Gandhinagar News : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે અસરકારક કામગીરી કરી છે.તે સિવાય રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં SMC એ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી દીધી છે.તેમણે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેકટરને આ વિગતોની યાદી મોકલી દીધી છે.જેને પગલે હવે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરવાની તૈયારી થઈ ચુકી છે.
અમદાવાદમાં થયેલા જાહેર રોડ પરના હુલ્લડની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. પોલીસને 100 કલાકની અંદર અસામાજિક તત્વો, હિસ્ટ્રી શીટરો અને નોટોરિયસ અપરાધીઓને શોધી કાઢવાનો પડકાર આપવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ પોલીસ દિવસ અને રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેરીજનોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે.
રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશ મુજબ ગુજરાત પોલીસે કુલ 7612 ગુનાહિત પ્રવૃતિ ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી,958 મિલકત સંબંધી, 179 માઈનીંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સો પર વોચ રાખીને તેમના ગેરકાયદે દબાણો, ગેરકાયદે વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો તથા અનધિકૃત નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, વડેદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 લોકો સામે પાસા કરવામાં આવી છે. જ્યારે 10 સામે હદપારી કરાઈ છે. 724 શખ્સો વિપૂધ્ધ અટકાયતી પગલા લેવાયા છે. જ્યારે 16 ગેરકાયદે મકાનો ડિમોલીશન કરાયા છે. ઉપરાંત 81 ગેરકાયદે વીજ કનેક્શન દુર કરાયા છે.
તેમજ આગામી સમયમાં અંદાજે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલા, 200 જેટલા ડિમોલિશન અને 225 જેટલા ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવામાં આવશે.
આ સમ.યગાળા દરમિયાન કોમ્બિંગ નાઈટ, નાઈટ પેર્ટોલિંગ, રેઈડ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
