Rajkot News/ TRP ગેમ ઝોન કેસમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને હાઇકોર્ટથી રાહત, ડિસમિસના બદલે સસ્પેન્ડ ગણાવવાનો આદેશ

TRP Game Zone: TRP ગેમ ઝોન કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ડિસમિસના બદલે સસ્પેન્ડ ગણાવવાનો અને અડધો પગાર ચૂકવવાનો આદેશ… વધુ વાંચો.

Top Stories Gujarat Rajkot
TRP Game Zone: HCનો મોટો આદેશ

Rajkot News: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ (TRP Game Zone) બાદ મનપા દ્વારા બરતરફ કરાયેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને (Ilesh Kher) ગુજરાત હાઇકોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી છે. કોર્ટે તેમને ડિસમિસ થયેલા કર્મચારી તરીકે નહીં પરંતુ સસ્પેન્ડ અધિકારી તરીકે ગણવાનો આદેશ આપ્યો છે. સાથે જ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન નિયમ મુજબ અડધો પગાર ચૂકવવા પણ મનપાને નિર્દેશ કર્યો છે.

TRP Game Zone : તપાસ રિપોર્ટ વિના કાર્યવાહી મુદ્દે સવાલ

રાજકોટ મહાનગરપાલિકાએ 8 જુલાઈએ ઈલેશ ખેર સહિત છ અધિકારીઓને બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગના બે અધિકારીઓએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યા વગર તેમને બરતરફ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ પોતાનો બચાવ રજૂ કરી શક્યા નહોતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે (Gujarat High Court) તેમને પણ ડિસમિસના બદલે સસ્પેન્ડ ગણવાનો આદેશ આપ્યો હતો.

હવે ત્રણ અધિકારીઓ તરફ પણ નજર

TRP Game Zone: HCનો મોટો આદેશ

હાઇકોર્ટના તાજેતરના આદેશ બાદ કુલ છમાંથી ત્રણ અધિકારીઓને સસ્પેન્ડનો દરજ્જો મળ્યો છે અને તેઓને અડધો પગાર મળતો રહેશે. હવે ફાયર સ્ટેશન ઓફિસર (Fire Department) રોહિત વિગોરા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોષી અને જયદીપ ચૌધરી પણ કાનૂની રાહત માટે હાઇકોર્ટનો સંપર્ક કરે તેવી ચર્ચા ચાલી રહી છે.

કેસની કાર્યવાહી હજુ યથાવત

TRP ગેમ ઝોન અગ્નિકાંડ (TRP Game Zone Fire) મામલે નોંધાયેલા ફોજદારી કેસમાં તમામ આરોપીઓ હાલમાં જામીન પર મુક્ત છે. બીજી તરફ, મહાનગરપાલિકાની શિસ્તભંગ કાર્યવાહી સામે અધિકારીઓ દ્વારા કાનૂની લડત ચાલુ છે. હાઇકોર્ટના આ તાજા આદેશ બાદ સમગ્ર કેસમાં આગામી સુનાવણી અને મનપાની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો: TRP ગેમ ઝોન કેસમાં મનસુખ સાગઠિયાને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટ માંથી મળી રાહત

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર વિરૂધ્ધ અરજી

આ પણ વાંચો: રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ, ત્રણ માળનું માળખુ પણ સીડી એક