કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશભરની તમામ વિપક્ષી પાર્ટીઓએ સોમવારે સંસદ એનેક્સીમાં બેઠક માટે આમંત્રીત કરવામાં આવી હતી. બેઠક સમય અનુસાર યોજઇ પણ હતી. જેથી શાસક ભાજપ વિરુદ્ધ નાગરિકત્વ કાયદો, સૂચિત સિટિઝન્સ રજિસ્ટર અને ઇકોનોમી મોરચો, બેરોજગારી અને કૃષિ સંકટ જેવા મામલાને લઇ ઘેરી શકાય.
સોમવારે બપોરે યોજાયેલી આ બેઠકમાં છ પક્ષોની ગેરહાજરી સુચક જોવા મળી હતી. આ કારણે વિપક્ષી પાર્ટીઓની આ એકતાને મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કોઈ પણ પ્રતિનિધિ કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધી પક્ષોની બેઠકમાં સામેલ થયા ન હતા. જો કે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં એનસીપી, આરજેડી સહિત 20 પક્ષોના લોકોએ ભાગ લીધો હતો.
બેઠકની થોડી વાર પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ તેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની સરકાર વિરુદ્ધ રાજ્યમાં કોંગ્રેસ અને ડાબેરી દ્વારા પ્રચારથી નારાજ છે. ગયા અઠવાડિયે, તેણીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.
પરંતુ, કોંગ્રેસને આશા હતી કે માયાવતીની બસપા અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો પ્રતિનિધિ આ બેઠકમાં ચોક્કસ હાજરી આપશે. માયાવતીએ વિરોધી પક્ષોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કરતા પહેલા અનેક ટ્વિટ કર્યા હતા. આ ટ્વીટમાં માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે રાજસ્થાનમાં ગેહલોત સરકારને બાહ્ય સમર્થન આપવા છતાં તેમના ધારાસભ્યોને લાલચ આપી હતી. માયાવતીએ કહ્યું કે, આ સ્થિતિમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધી પક્ષોની બેઠકમાં જવાનો અર્થ રાજસ્થાનમાં પાર્ટીના નેતાઓનું મનોબળ ઓછું કરવું છે.
બીજી તરફ, પાર્ટીની બેઠકમાંથી ડીએમકેની ગેરહાજરી પણ આઘાતજનક હતી અને એમ કે સ્ટાલિનની પાર્ટી કેન્દ્રની એનડીએ સરકારના પગલાથી દૂર રહેવા માટે તમિળનાડુની એઆઈએડીએમકે સરકાર પર સતત દબાણ લાવી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
