ગાંધીનગર સચિવાલયમાં પણ કોરોનાનો પગ પેસારો થવા પામ્યો છે. જેમાં ગાંધીનગર સચિવાલયના ૨ મંત્રીના પીએસ કોરોના પોઝીટીવ આવતા સચિવાલયમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે મંત્રીના પીએસ કોરોના પોઝીટીવ આવતા તેઓના સંપર્કમાં આવેલ તમામ લોકોએ કોરોના રિપોર્ટ કઢાવ્યો છે.
ગાંધીનગર સચિવાલયમાં બે દિવસ પહેલા જ ૫ અધિકારી કોરોના પોઝીટીવ આવ્યા હતા. ત્યારે મંત્રી આર.સી ફળદુના પીએસ મહેશ લાડ અને મંત્રી દિલીપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિક કોરોના સંક્રમિત થતા સચિવાલયમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે હાલમાં કોરોના સક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સચિવાલયમાં પણ કોરોનાની એન્ટ્રી થતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મંત્રીના પીએસ કોરોના સંક્રમિત થતા મંત્રીના પીએસના સંપર્કમાં આવેલ તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
