Not Set/ અરવલ્લી: ખેડૂતે ખેતરમાં કેમ કરી આત્મહત્યા..?

સાઠંબાના પટેલના મુવાડા ગામની ઘટના ગામની મહિલા બ્લેકમેલ કરતી હોવાથી ભર્યું પગલું મહિલાએ રૂ. 10 લાખની માંગણી કરી હતી મહિલા સહિત પરિવારજનો વિરુદ્ધ ફરીયાદ સાઠંબા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ 5 જણા સામે દુષપ્રેરણનો ગુનો નોંધાયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી અરવલ્લી જીલ્લામાં આવેલા સાઠંબા નજીક એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મહિલાના ત્રાસથી આત્મહત્યા […]

Gujarat Others
  • સાઠંબાના પટેલના મુવાડા ગામની ઘટના
  • ગામની મહિલા બ્લેકમેલ કરતી હોવાથી ભર્યું પગલું
  • મહિલાએ રૂ. 10 લાખની માંગણી કરી હતી
  • મહિલા સહિત પરિવારજનો વિરુદ્ધ ફરીયાદ
  • સાઠંબા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
  • 5 જણા સામે દુષપ્રેરણનો ગુનો નોંધાયો
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

અરવલ્લી જીલ્લામાં આવેલા સાઠંબા નજીક એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મહિલાના ત્રાસથી આત્મહત્યા કર્યાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાઠંબાના પટેલના મુવાડા ગામમાં ખેડૂત દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. ગામની મહિલા આ ખેડૂતને બ્લેકમેલ કરતી હોવાથી પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેડૂત પાસે મહિલા એ રૂ. 10 લાખની માંગણી કરી હતી. પરંતુ મહિલાની માંગની નાં પૂરી કરી શકતા અને બ્લેકમેલના ડરથી ખેતર માં જ આ ખેડૂતે આત્મહત્યા  કરી લીધી હતી.

મૃતકના પરિવારજનો દ્વારા આ મહિલા સહિત તેના પરિવારજનો વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી છે. જે મુદ્દે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી છે. 5 જણા સામે પોલીસે દુષપ્રેરણનો ગુનો નોંધાયો છે. અને પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.