tiger/ ચિત્તાની સંખ્યા વધારવામાં ‘વાઘ’ની સંખ્યા ઘટી!!

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ને પત્ર લખીને વાઘના મોત પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબ માગ્યો છે.

Top Stories India

દેશમાં એક તરફ કેન્દ્ર સરકારે ચિત્તાની સંખ્યા વધારવા માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યાં છે બીજી તરફ રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઘટતી સંખ્યા અને મોતના આંકડાએ ચિંતા ઊભી કરી છે. વાઘના સંવર્ધનનો અભાવ કે સરકારની ઉપેક્ષાના કારણે વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જણાવી દઇએ કે ભારતમાં 70 વર્ષ બાદ ચિત્તાઓનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. 17 સપ્ટેમ્બર 2022ના રોજ પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયામાંથી લાવવામાં આવેલા 8 ચિત્તા છોડવામાં હતા.

ભારતમાં 145 વાઘના મોત

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ને પત્ર લખીને વાઘના મોત પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબ માગ્યો છે. તેમણે ટ્વિટર પર આ પત્ર શેર કરી લખ્યું,’છેલ્લા 9 મહિનામાં ભારતમાં 145 વાઘના મોત થયા છે. તેનો સીધો અર્થ એ થયો કે ભારતમાં વાઘની વસ્તી 3,682 છે, જેમાંથી લગભગ 4 ટકા વાઘ છેલ્લા 9 મહિનામાં મૃત્યુ પામ્યા છે. આ આંકડા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના છે.

TMC સાંસદે ટ્વિટર પર લખ્યું કે, ‘આ ચોંકાવનારા વાઘના મૃત્યુના કારણોમાં શિકાર અને ઈલેક્ટ્રિક શોકનો સમાવેશ થાય છે. અનુમાન મુજબ, ભાજપ શાસિત ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં 145 વાઘના મોત થયા છે. ગુનેગારો દ્વારા આટલી ખુલ્લેઆમ કેવી રીતે વાઘનો શિકાર કરવામાં આવે છે? સંરક્ષિત વિસ્તારોમાં જ્યાં વાઘ રહે છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને શા માટે મંજૂરી આપવામાં આવે છે, જેના કારણે વીજળીના આંચકાથી મૃત્યુ થાય છે?’

2012માં 88, 2023માં અત્યાર સુધીમાં 149 વાઘના મોત

NTCA વેબસાઈટ અનુસાર, 2012માં 88, 2013માં 68, 2014માં 78, 2015માં 82, 2016માં 121, 2017માં 117, 2018માં 101, 2019માં 96, 2020માં 106, 2021માં 127, 2022માં 121 અને 2023માં અત્યાર સુધીમાં 149 વાઘના મોત થયા છે. 2018ની વસ્તી ગણતરી અનુસાર, મધ્યપ્રદેશમાં સૌથી વધુ 526 વાઘ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ તમિલનાડુના નીલગિરી જિલ્લામાં 40 દિવસમાં 10 વાઘના મોત થયા છે. વાઘના સતત મૃત્યુથી લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા 40 દિવસમાં નીલગિરી જિલ્લામાં 6 બચ્ચા સહિત લગભગ 10 વાઘના મોત થયા છે. નેશનલ ટાઈગર કમિશનની ટીમે અહીંની મુલાકાત લીધી હતી.



આ પણ વાંચો: Basmati Rice/ બાસમતી ચોખા પર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની વધશે આવક

આ પણ વાંચો: Ahmedabad-Flyover/ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે

આ પણ વાંચો: Hamas Israel War/ યુદ્ધ વિરામ કરવાની સંયુક્ત રાષ્ટ્રની વિનંતી ઇઝરાયેલે ફગાવી, બાઈડેન શું બોલ્યા