Basmati Rice/ બાસમતી ચોખા પર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની વધશે આવક

બાસમતી ચોખાના વેપારીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે બાસમતી ચોખાના લઘુત્તમ નિકાસ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

Top Stories Business
YouTube Thumbnail 2023 10 25T110858.524 બાસમતી ચોખા પર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની વધશે આવક

બાસમતી ચોખાના વેપારીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે બાસમતી ચોખાના લઘુત્તમ નિકાસ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર બાસમતી ચોખાની ફ્લોર પ્રાઈસ 950 ડોલર પ્રતિ ટન કરી શકે છે. તેનાથી ચોખાના નિકાસકારોને ઘણો ફાયદો થશે. જોકે, હાલમાં બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત પ્રતિ ટન 1,200 ડોલર છે.

સોમવારે બાસમતી ચોખાના નિકાસકારો અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાસમતી ચોખાના નિકાસકારોની માગ પર લઘુત્તમ નિકાસ ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ચોખાના નિકાસકારોએ જણાવ્યું હતું કે, ઊંચા લઘુત્તમ નિકાસ ભાવને કારણે વિદેશમાં ભારતીય ચોખાની નિકાસ ઘટી છે. આવી સ્થિતિમાં, માગને પહોંચી વળવા માટે, પાકિસ્તાની વેપારીઓ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત પકડ મેળવી રહ્યા છે, કારણ કે તેની કિંમત ભારતના બાસમતી ચોખા કરતા ઘણી ઓછી છે.

વિશ્વ બજારમાં ચોખાની માગ વધશે

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી બાસમતી ચોખાના ઉત્પાદક ખેડૂતો અને નિકાસકાર વેપારીઓ ખૂબ જ ખુશ છે. તેઓને આશા છે કે લઘુત્તમ નિકાસ ભાવમાં ઘટાડો કરવાથી વિશ્વ બજારમાં બાસમતી ચોખાની માગ વધશે. આવી સ્થિતિમાં ભારતમાંથી બાસમતી ચોખાની નિકાસ પણ વધશે, જેનો સીધો ફાયદો ખેડૂતો અને વેપારીઓને થશે. 25 ઓગસ્ટે કેન્દ્રએ બાસમતીની લઘુત્તમ નિકાસ કિંમત વધારીને 1200 ડોલર પ્રતિ ટન કરી હતી. આ કારણે ચોખાના નિકાસકારો ખૂબ જ પરેશાન હતા, કારણ કે નિકાસમાં ઘટાડો થયો હતો.

ખેડૂતોની આવકમાં સુધારો થશે

જોકે, 25 સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વેપારીઓને લઘુત્તમ નિકાસ કિંમત 850 ડોલર પ્રતિ ટન કરવાની ખાતરી આપી હતી. પરંતુ 14 ઓક્ટોબરે ફરી એકવાર નિકાસકારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત 1200 ડોલર પ્રતિ ટન પર ચાલુ રહી. પરંતુ 23 ઓક્ટોબરની બેઠકમાં સરકારે લઘુત્તમ નિકાસ કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં વેપારીઓને આશા છે કે થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ જશે. તેમજ ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે.


whatsapp ad White Font big size 2 4 બાસમતી ચોખા પર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની વધશે આવક


આ પણ વાંચો: Hamas Israel War/ યુદ્ધ વિરામ કરવાની સંયુક્ત રાષ્ટ્રની વિનંતી ઇઝરાયેલે ફગાવી, બાઈડેન શું બોલ્યા

આ પણ વાંચો: Explainer/ શા માટે ઈઝરાયલ ગાઝા પર ભૂમિ આક્રમણમાં વિલંબ કરી રહ્યું છે?

આ પણ વાંચો: Congress Leader-Heart Attack/ અમદાવાદઃ કોંગ્રેસ યુવા નેતાનું હાર્ટ એટેકથી મોત