ગાંધીનગરઃ શહેરી વિસ્તારોમાં રસ્તાઓના માર્ગ મરામતના Development Grant વિકાસકામો માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધારાસભ્યોને નિયમિત રીતે મળતી ગ્રાન્ટ ઉપરાંતની આ રકમ વધારાની આપવામાં આવશે. આ ગ્રાન્ટ શહેરી વિસ્તારના મતદારોને ભાળવવામાં આવશે.
રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં Development Grant ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ૨૦૨૩ -૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની Development Grant રાજયકક્ષાની વલસાડ ખાતે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજવંદન તેમજ વિકાસ કામો ના લોકાર્પણ ખાતમુહર્ત કાર્યક્રમોમાં સહભાગી થવા સોમવાર ૧૪ ઓગસ્ટે સવારે વલસાડ જશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમો માટે સોમવારે વલસાડમાં હોવાને કારણે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લોકોને જન પ્રતિનિધિઓને તેમજ પદાધિકારીઓને મુલાકાત માટે મળી શકશે નહિ.
આ પણ વાંચોઃ OMG!/ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ, ‘હું દરરોજ પુરુષોને પ્રેમ કરું છું, પરંતુ…’
આ પણ વાંચોઃ Pak Currency/ પાકિસ્તાનના રૂપિયાની ત્રેવડી સદીઃ એક ડોલર બરોબર 302 પાક રૂપિયા
આ પણ વાંચોઃ Amit Shah/વિશ્વને પ્રાકૃતિક ખેતીનો માર્ગ બતાવવા માટે ભારતને નવી હરિયાળી ક્રાંતિની જરૂર:અમિત શાહ
આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી
આ પણ વાંચોઃ Sabarmati River Dams Row/રાજસ્થાનમાં સાબરમતી નદી પર ડેમનો મુદ્દો, ગુજરાતના મંત્રીએ યાદ કરાવ્યો 40 વર્ષ જૂના કરારની