India Growth/ ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે 

એસએન્ડપી ગ્લોબલ માર્કેટે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2021 અને 2022માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ઘણી મજબૂત રહી છે.ભારતનો જીડીપી 3.5 ટ્રિલિયન ડોલર છે જયારે જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થા 4.2 અને 4 ટ્રિલિયન ડોલર છે.

Top Stories India World

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્રે ઘણા મહાન સીમાચિહ્નો હાંસલ કરતા નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક સમયે ભારત ટોચના 10 મોટા દેશોમાંથી બાકાત હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે અને રોજગારમાં વધારો થયો. જેના પરિણામે આર્થિક સ્તરે પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા.

અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને રશિયા વિશ્વની મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે. જ્યારે ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનશે તેવો S&P ગ્લોબલ માર્કેટે દાવો કર્યો છે. S&P ગ્લોબલ માર્કેટના જણાવ્યા મુજબ અર્થતંત્રની દ્રષ્ટિએ ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

ભારતને વૈશ્વિક અર્થતંત્રનું સુવર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. વસ્તીની ગીચતાના કારણે ભારતને મોટું બજાર માનવામાં આવે છે. વિદેશી કંપનીઓને વેપારમાં સુગમતા અને સરળતા રહેતા અનેક મહત્વના પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી ભારતને મળ્યા છે. એક અખબારના અહેવાલ અનુસાર S&P ગ્લોબલ માર્કેટનો અંદાજ છે કે 2030 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે
અને તે જાપાનને પાછળ છોડીને એશિયાની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે.

એસએન્ડપી ગ્લોબલ માર્કેટે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2021 અને 2022માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ઘણી મજબૂત રહી છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 6.2 ટકા અને 6.3 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી 7.8 ટકા હતો. આવી સ્થિતિમાં, વૈશ્વિક સ્તરે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની યાદીમાં ટોચમાં છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે. આવી સ્થિતિમાં તેની અસર હવે અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે.આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જાપાન સિવાય ભારત વર્ષ 2030 સુધીમાં જર્મનીને પણ પાછળ છોડી દેશે. વર્તમાનની વાત કરીએ તો વર્ષ 2022માં ભારતનો જીડીપી 3.5 ટ્રિલિયન ડોલર છે જે વર્ષ 2030 સુધીમાં વધીને 7.3 ટ્રિલિયન ડોલર થઈ જશે. આ રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં જોવા મળતી તેજી પાછળ વધતી જતી સ્થાનિક માંગને જવાબદાર ગણવામાં આવી છે. જો આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની વાત કરીએ તો તેની જીડીપી 25.5 ટ્રિલિયન ડોલર છે. જ્યારે ચીન 18 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જ્યારે જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થા 4.2 અને 4 ટ્રિલિયન ડોલર છે. નોંધનીય છે કે S&P ગ્લોબલ માર્કેટ સિવાય અન્ય ઘણી વૈશ્વિક એજન્સીઓએ પણ આવા દાવા કર્યા છે.



આ પણ વાંચો : Vastu Tips/ વાસ્તુશાસ્ત્રના આ મહત્વના નિયમોનું પાલન કરો, ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહેશે

આ પણ વાંચો : Firing/ કેનેડાના ઓન્ટારિયો ગોળીબાર, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ઇઝરાયલનો બેવડો હુમલો, હમાસ બાદ હિઝબુલ્લાની જગ્યાઓ પર બોમ્બ વરસ્યા, ઘણી ચોકીઓ નાશ પામી