Not Set/ IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબે ૪ રને મેળવી રોમાંચક જીત

દિલ્લી, દિલ્લીના ફિરોઝ શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. લો સ્કોરિંગ મેચમાં પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૪૪ રનના ટાર્ગેટ સામે યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ૨૦ ઓવરમાં ૧૩૯ રન જ બનાવી શકી હતી અને પંજાબની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની પાંચમી જીત […]

Top Stories
jdhdhdj IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબે ૪ રને મેળવી રોમાંચક જીત

દિલ્લી,

દિલ્લીના ફિરોઝ શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. લો સ્કોરિંગ મેચમાં પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૪૪ રનના ટાર્ગેટ સામે યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ૨૦ ઓવરમાં ૧૩૯ રન જ બનાવી શકી હતી અને પંજાબની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની પાંચમી જીત હાંસલ કરી હતી. આ સાથે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે IPL પોઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન મેળવ્યું છે.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર, ઝડપી બોલર અંકિત રાજપૂત અને સ્પિન બોલર મુજીબ રહ્યા હતા. પરંતુ અંકિત રાજપૂતને તેની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૪૩ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર ક્રિશ ગેઈલની જગ્યાએ ટીમમાં સમાવેશ કરાયેલા એરોન ફિન્ચ માત્ર ૨ રન બનાવી આવેશ ખાનનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ ઓપનર બેટ્સમેન ૧૫ બોલમાં ૨૩ અને મયંક અગ્રવાલ ૨૧ રન નોધાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ વધુ એકવાર અસફળ રહેતા માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો. જયારે કરુણ નાયરે ૩૪ રન બનાવ્યા હતા. દિલ્લી તરફથી આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝડપી બોલર પ્લંકેટે સૌથી વધુ ૩ વિકેટ જયારે ટ્રેન્ટ બોલ્ટ અને આવેશ ખાને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૪૪ રનના ટાર્ગેટનો પીછો કરતા DDની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર ૪ રન બનાવી આઉટ થયો હતો. જયારે IPLમાં ડેબ્યુ કરી રહેલા પૃથ્વી શોએ ૨૨ રન બનાવી ઝડપી બોલર અંકિત રાજપૂતનો પ્રથમ શિકાર બન્યો હતો.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે ટીમનો એક છેડો સાચવી રાખી મેચના અંતિમ બોલ સુધી લડત આપી હતી પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઐયરે ૪૫ બોલમાં ૫૭ રન બનાવ્યા હતા જયારે રાહુલ તીવેટિયાએ અંતિમ ઓવરોમાં ૨૪ રન ફટકાર્યા હતા. જયારે પંજાબ તરફથી ઝડપી બોલર અંકિત રાજપૂત, એન્ડ્ર્યુ ટાઈ અને સ્પિન બોલર મુજીબે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.