Not Set/ દુનિયાના 57 દેશોનું પ્રતિનિધિમંડળ દેશના સૌથી હાઈટેક ગામની મુલાકાતે

દુનિયાના 57 દેશોનું પ્રતિનિધિમંડળ આજે ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની ખાસ મુલાકાતે પહોંચ્યું હતું. મહત્વનું છે કે, સાબરકાંઠાનું પુંસરી ગામ રાજ્યમાં પ્રથમ સોલાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રતિનિધિમંડળે ગામની મુલાકાત લઈને વિશિષ્ટતાઓનું નિરીક્ષણ કર્યું હતું. પુંસરી ગામમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી અન્વયે ખુલ્લામાં શૌચમુક્ત હોવાની ખુબ ઝડપી […]

Top Stories Gujarat Others
dekegation દુનિયાના 57 દેશોનું પ્રતિનિધિમંડળ દેશના સૌથી હાઈટેક ગામની મુલાકાતે

દુનિયાના 57 દેશોનું પ્રતિનિધિમંડળ આજે ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની ખાસ મુલાકાતે પહોંચ્યું હતું.

મહત્વનું છે કે, સાબરકાંઠાનું પુંસરી ગામ રાજ્યમાં પ્રથમ સોલાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રતિનિધિમંડળે ગામની મુલાકાત લઈને વિશિષ્ટતાઓનું નિરીક્ષણ કર્યું હતું.

delegation e1538312876816 દુનિયાના 57 દેશોનું પ્રતિનિધિમંડળ દેશના સૌથી હાઈટેક ગામની મુલાકાતે

પુંસરી ગામમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી અન્વયે ખુલ્લામાં શૌચમુક્ત હોવાની ખુબ ઝડપી થયેલી કામગીરી, પુંસરી નિર્મળ ગ્રામ, વ્યક્તિગત શૌચાલય,કોમ્યુનિટી શૌચાલય, ડ્રેનેજની સુવિધા, ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરીની સુવિધા તથા પીવાના પાણીની સુવિધા ઉપરાંત પ્રાથમિક શાળા, મીડ-ડે મીલ સેન્ટર, આંગણવાડી, આવાસ યોજના, આર.ઓ પ્લાન્ટ તથા એક મોડેલ વિલેજ તરીકે જેટલી સુવિધા ઉપલબ્ધ છે.

પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને રોડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ મહાનુભાવોનું ગજરાતી વિધિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.