Not Set/ સાવધાન ગુજરાત/ કોરોનાના કહેર વચ્ચે નવી એક બીમારી MIS-Cએ ઉચક્યું માથું, જાણો શું છે..? ​​​​​​​

  સુરતમાં બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં ૩૦ થી વધુ કેસો સામે આવી ચુક્યા છે.  ત્યારે સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અને અન્ય તબીબોને જાગ્રત કરી રહ્યા છે. એક […]

Gujarat Surat
a50eba4bf225facd8d94fb3033238ba5 સાવધાન ગુજરાત/ કોરોનાના કહેર વચ્ચે નવી એક બીમારી MIS-Cએ ઉચક્યું માથું, જાણો શું છે..? ​​​​​​​
 

સુરતમાં બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં ૩૦ થી વધુ કેસો સામે આવી ચુક્યા છે.  ત્યારે સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અને અન્ય તબીબોને જાગ્રત કરી રહ્યા છે.

એક તરફ સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે લોકોને તકેદારી રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે. સાથે જ આ બીમારીના લક્ષણો શું હોય છે તે અંગે હવે સૌ લોકો માહિતગાર હોય છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં એક નવી બીમારી સામે આવી હતી. આ બીમારીનું નામ એમ.આઈ.એસ.સી. છે. અને તે ખાસ કરીને જન્મથી લઈને ૨૦ વર્ષ સુધીના લોકોને થઇ શકે છે આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે.

પરંતુ ૧ મહિના અગાઉ સુરતમાં આ બીમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો હતો. જો કે બાળકની સારવાર બાદ તે સ્વસ્થ થઇ ગયું હતું ત્યારે આ બીમારીને લઈને લોકોને જાગૃત કરવા સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે. આ એસોસિએશન છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત છે. અને હાલ આ બીમારીને લઈને લોકોને સોશિયલ મીડિયા તેમજ વેબિનાર થકી જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ બીમારીનું પૂરું નામ  મલ્ટી સીસ્ટમ ઇન્ફ્રાલામેટરી સીન્ડોમ ઇન ચિલ્ડ્રન છે અને આ બીમારીના લક્ષણો શું હોય છે, આ બીમારી બાળકને થાય ત્યારે કેવી રીતે ખબર પડે છે આ તમામ માહિતી આ એસોસિએશનના તમામ સભ્યો શોશ્યલ મીડિયા થકી આપી લોકોને જાગૃત કરી રહ્યા છે.

Kawasaki-like Inflammatory Disease Affects Children With COVID-19 | DAIC

આજદિન સુધી આ બીમારીના સુરતમાં ૩૦ થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે આ બીમારી શું છે અને આ બીમારી કેવી રીતે થાય છે તેના લક્ષણ શું છે તે અંગે ડોકટરોનું એસોસિએશન હવે દક્ષિણ ગુજરાતમાં લોકોને જાગૃત કરવાનું ખાસ કામ કરશે. જેમાં ખાસ કરીને તમામ તબીબો શોશ્યલ મીડિયામાં પોતાના અને હોસ્પિટલમાં પેજ પર લોકોને આ અંગે માહિતી આપશે અને લોકોને જાગૃત કરશે જેમાં તબીબો આ બીમારી શું છે, કઈ  ઉંમરના બાળકોને આ બીમારી થઇ શકે છે, લક્ષણ શું હોય છે, સારવાર કેવી રીતે લેવી વગેરે સહિતની માહિતી  આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Health officials: Children being affected by Kawasaki-like disease linked  to COVID-19

આ બીમારી નવી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય અને લોકો જાગૃત થાય તે માટે આ એસોસિએશન આગળ આવ્યું છે. તે વેબિનાર અંતર્ગત લોકોને જાગૃતિના કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે.

સંજય મહંત, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.