Not Set/ મેટ્રોરૂટનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામા કરાશે: મુખ્યમંત્રી

અમદાવાદ, મુખ્યમંત્રી રૂપાણીએ આજે મેટ્રો કોચની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મેટ્રો કોચનું નિરીક્ષણ કર્યું હતું, મુખ્યમંત્રી રૂપાણી સાથે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે, આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 141 મેટ્રોરૂટનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામા કરાશે: મુખ્યમંત્રી

અમદાવાદ,

મુખ્યમંત્રી રૂપાણીએ આજે મેટ્રો કોચની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મેટ્રો કોચનું નિરીક્ષણ કર્યું હતું, મુખ્યમંત્રી રૂપાણી સાથે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે, આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.

mantavya 142 મેટ્રોરૂટનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામા કરાશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી 2019 ના  પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસત્રાલ થી એપેરલ પાર્કના 6.50 કી.મીટરના રૂટ પર  ટ્રાયલ  રન કરાશે. 2020 સુધીમાં અમદાવાદ માં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે.

mantavya 143 મેટ્રોરૂટનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામા કરાશે: મુખ્યમંત્રી

વધુમાં જણાવ્યું હતું કે, સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ  ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરત ને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે.

mantavya 9 મેટ્રોરૂટનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામા કરાશે: મુખ્યમંત્રી

વિજય રૂપાણીએ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો.