Not Set/ પેટલાદ: લગ્નનની લાલચ આપીને સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો મામલો

સાત વર્ષ અગાઉ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારા પેટલાદના શખ્સને સાત વર્ષની જેલ અને રૂપિયા 19 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા આણંદ જિલ્લા કોર્ટે ફટકારી છે. નોંધનીય બાબત એ છે કે, પીડિતા આ કેસમાં હોસ્ટાઈલ જાહેર થતાં કોર્ટે તેને રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો અને […]

Gujarat
20150929184415 law and justice patent પેટલાદ: લગ્નનની લાલચ આપીને સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો મામલો

સાત વર્ષ અગાઉ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારા પેટલાદના શખ્સને સાત વર્ષની જેલ અને રૂપિયા 19 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા આણંદ જિલ્લા કોર્ટે ફટકારી છે. નોંધનીય બાબત એ છે કે, પીડિતા આ કેસમાં હોસ્ટાઈલ જાહેર થતાં કોર્ટે તેને રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો અને જે તેણી ભરવામાં કસુરવાર ઠરશે તો તેણે સાત દિવસની સજા ભોગવવાની રહેશે.

પેટલાદના બાંધણી સીમ ખાતે રહેતો અજય મહેન્દ્ર સોલંકી નામનો યુવક એક સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. યુવક તેણીને આબુ, અંબાજી સહિતના સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. રાત્રિના સમયે ઘરેથી નીકળી ગયેલી સગીરા સવારે ઘરે જોવા ન મળતાં ચિંતાતુર પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં તેણી અજય સોલંકી સાથે ભાગી ગઈ હોવાનું ખૂલ્યું હતું.

આ બનાવ સંદર્ભે પીડિતાના પિતાએ પેટલાદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરૂદ્ધ પોક્સો, દુષ્કર્મ અને અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. વધુમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં એડિશ્નલ સેશન્સ જજ ઘનશ્યામ હસમુખલાલ દેસાઈની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને અપહરણ અને પોક્સોના ગુનામાં તકશીરવાર ઠેરવી સાત વર્ષની જેલ અને રૂપિયા 19 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે. જોકે, સાક્ષીઓ અન પીડિતા ફરી જતાં દુષ્કર્મના કેસમાં નિર્દોષ છોડી મૂકાયો હતો. પરંતુ પીડિતા હોસ્ટાઈલ થતાં કોર્ટે તેની ખાસ નોંધ લઈને તેણીને રૂપિયા 500નો દંડ અન જો દંડ ન ભરે તો વધુ સાત દિવસની જેલની સજા ફટકારી છે.