Narmada/ ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે પૂનમના મેળામાં ભંડારો યોજાયો

મેળામા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

Gujarat Others
Bhandara held in Bhadrava Dev Bhathiji Maharaj temple at Poonam Mela tilakwada ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે પૂનમના મેળામાં ભંડારો યોજાયો

વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા

તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીક ઉંચી ટેકરી ઉપર ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે આજ રોજ કારતક સુદ પૂનમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભાવિ ભક્તો માટે અખિલ ભારતીય નર્મદાના લાર્યકર્તાઓ તરફથી નિ:શુલ્ક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભંડારાનું લાખોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો.

ભાથીજી મહારાજના મંદિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત અલગ અલગ વિસ્તારમાંથી પગપાળા સંઘ લઈને ભક્તો આવતા હોય છે. જેના ભાગરૂપ આજ રોજ કારતક સુદ પૂનમના દિવસે ભાદરવા ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ શ્રદ્ધાળુઓ માટે અખિલ ભારતીયમાં નર્મદાના તરફથી નિશુલ્ક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો