Not Set/ વડોદરાના પતંગ રસિકો માટે ખુશખબર, પતંગ ઉડાવવામાં મજા પડે તેવો રહેશે પવન

વડોદરા, આવતી કાલે ઉત્તરાયણ છે ત્યારે વડોદરાવાસીઓ ખુશ થાય તેવા સમાચાર હવામાન ખાતા તરફથી આવ્યા છે.હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે શહેરમાં 25 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે. ઉત્તરાયણના આગલા દિવસે રવિવારે શહેરમાં 10 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર દરમિયાન શહેરમાં ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય […]

Gujarat Vadodara
bh વડોદરાના પતંગ રસિકો માટે ખુશખબર, પતંગ ઉડાવવામાં મજા પડે તેવો રહેશે પવન

વડોદરા,

આવતી કાલે ઉત્તરાયણ છે ત્યારે વડોદરાવાસીઓ ખુશ થાય તેવા સમાચાર હવામાન ખાતા તરફથી આવ્યા છે.હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે શહેરમાં 25 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે.

ઉત્તરાયણના આગલા દિવસે રવિવારે શહેરમાં 10 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર દરમિયાન શહેરમાં ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન ખાતાએ આગાહી આપેલી છે.

જો કે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે.શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૨૮.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું. ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે અને પતંગરસિકો ઉત્તરાયણની તૈયારીમાં લાગી ગયેલા છે ત્યારે ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન ખાતાએ આગાહી આપેલી છે.

જો તેમ થશે તો ગયા વર્ષની જેમ આ ઉત્તરાયણમાં પતંગ રસિકો પવનને લઈને નિરાશ નહીં થાય.શહેરમાં છેલ્લી ઘડીએ પણ પતંગની ખરીદી વધી હોવાનું જાણવા મળેલ છે.