Not Set/ છેલ્લા એક વર્ષમાં રોડ દુર્ઘટનાઓમાં થયા ૯૪૦૦ બાળકોના મોત : સર્વે

નવી દિલ્હી, દેશભરમાં રસ્તાઓ પર બાળકોની સુરક્ષા એક મોટો પડકાર બની ગયો હોય તે સામે આવી રહ્યું છે. હાલમાં જ સામે આવેલા એક સર્વે મુજબ, વર્ષ ૨૦૧૭માં જુદી -જુદી યાત્રાઓ દરમિયાન અંદાજે ૯૪૦૦ બાળકોના મોત થયા છે. આ સર્વે સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શામેલ થનારા ૯૧.૪ ટકા લોકોનું માનવું છે કે, […]

Top Stories India Trending
children accidents1 છેલ્લા એક વર્ષમાં રોડ દુર્ઘટનાઓમાં થયા ૯૪૦૦ બાળકોના મોત : સર્વે

નવી દિલ્હી,

દેશભરમાં રસ્તાઓ પર બાળકોની સુરક્ષા એક મોટો પડકાર બની ગયો હોય તે સામે આવી રહ્યું છે. હાલમાં જ સામે આવેલા એક સર્વે મુજબ, વર્ષ ૨૦૧૭માં જુદી -જુદી યાત્રાઓ દરમિયાન અંદાજે ૯૪૦૦ બાળકોના મોત થયા છે.

આ સર્વે સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શામેલ થનારા ૯૧.૪ ટકા લોકોનું માનવું છે કે, બાળકોની સેફટીના કાયદાને હજી પણ વધારે મજબૂત બનાવવાની જરૂરત છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, આ NGOએ પોતાના સર્વેમાં કહ્યું છે કે, ઘટનાઓમાં બાળકોના મૃત્યુનું મુખ્ય કારણ કારના પાછળના ભાગની સીટ પર સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવાનું છે.

વર્ષ ૨૦૧૭માં જરોડ અકસ્માતની ઘટનાઓમાં કુલ ૨૬,૮૯૬ લોકોએ સીટ બેલ્ટનો ઉપયોગ ન કર્યો હતો અને આ કારણે જ તેઓના મોત થયા હતા.

સવેમાં શામેલ થયેલા ૨૬ ટકા બાળકોએ કહ્યું છે કે, માતા – પિતા તેઓને સીલ બેલ્ટ લગાવવા માટે કહે છે, જયારે ૨૮ ટકા લોકોએ કહ્યું કે, તેઓના માતા – પિતા ટ્રાફિકના નિયમોનું સખ્ત પાલન કરે છે.