Not Set/ દિલ્હીમાંથી જાસૂસીના આરોપમાં ચીની નાગરિકની ધરપકડ, Aadhaar કાર્ડ કરાયું જપ્ત

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્વારા જાસૂસીના આરોપ અંતર્ગત એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ચીનના નાગરિકની ઓળખ ચાર્લી પેંગ (ઉ. વ. 39) તરીકે કરવામાં આવી છે. નવી દિલ્હીના મંજુ કા ટિલ્લા વિસ્તારમાંથી 13મી સપ્ટેમ્બરના રોજ ચાર્લી પેંગની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 3.5 લાખ રોકડા અને બે હજાર અમેરિકન ડોલર મળી આવ્યા […]

India
Chinese Citizen arrested for spying from Delhi, Aadhaar card also seized

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્વારા જાસૂસીના આરોપ અંતર્ગત એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ચીનના નાગરિકની ઓળખ ચાર્લી પેંગ (ઉ. વ. 39) તરીકે કરવામાં આવી છે. નવી દિલ્હીના મંજુ કા ટિલ્લા વિસ્તારમાંથી 13મી સપ્ટેમ્બરના રોજ ચાર્લી પેંગની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

3.5 લાખ રોકડા અને બે હજાર અમેરિકન ડોલર મળી આવ્યા

દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ચીની નાગરિક ચાર્લી પેંગ પાસેથી ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ પણ મળી આવ્યું છે. ચાર્લી પેંગ પાસેથી પોલીસે રૂ. 3.5 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે. ભારતીય ચલણ ઉપરાંત ચાર્લી પેંગ પાસેથી બે હજાર અમેરિકન ડોલર તેમજ થાઇલેન્ડની કરન્સી પણ મળી આવી હતી.

ગુરુગ્રામમાંથી પોતાની ઓફસ ચલાવતો હતો

દિલ્હી  પોલીસ દ્વારા ગુરુગ્રામ ખાતે આવેલા એક મકાનમાંથી પેંગની માલિકી એક એસયુવી કાર અને સંખ્યાબંધ શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ગુરુગ્રામના આ મકાન ખાતેથી ચાર્લી પેંગ પોતાની ઓફિસ ચલાવતો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા પ્રમાણે ચાર્લી પેંગ વિદેશી ચલણનો બિઝનેસ કરતો હતો.

ભારતીય યુવતી સાથે લગ્ન કરી પાસપોર્ટ પણ બનાવી લીધો

પોલીસના જણાવ્યા પ્રમાણે ચાર્લી પેંગ પાંચ વર્ષ પહેલા ભારતમાં આવ્યો હતો. આ દરમિયાન તે ઉત્તર-પશ્ચિમી રાજ્ય અને હિમાચલ પ્રદેશની અનેક વખત મુલાકાત લઈ ચૂક્યો છે. એટલું જ નહીં પેંગે એક ભારતીય યુવતી સાથે લગ્ન કરી લીધા છે, એટલું જ નહી મણીપુરમાંથી તેણે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો છે.