salman khan/ સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

ફાયરિંગ કરવા ચાર લાખની સોપારી લીધી હતી

Top Stories India
Beginners guide to 2024 04 18T135930.274 સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

Mumbai News : અક્ટર સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલના રોજ ફાયરિંગ કરવાના કેસમાં મુબંઈ પોલીસે વધુ એક શખ્સની હરિયાણાતી ધરપકડ કરી હતી. અગાઉ પોલીસે બે આરોપીની ગુજરાતના કચ્છથી ધરપકડ કરી હતી. પુછપરછમાં બે આરોપીઓએ સલમાનના ઘરની બહાર તેને મારવાના ઈરાદાથી નહી પરંતુ તેને ડરાવવા માટે ગોળીબાર કર્યો હોવાનું કહ્યું હતું.  બન્ને આરોપીઓએ આ કામ માટે ચાર લાખની સોપારી લીધી હોવાનું પોલીસ જણાવ્યું હતું. જેમાંથી એક લાખ તેમને ચુકવી દેવાયા હતા અને બાકીની રકમ કામ પૂરૂ થયા બાદ આપવાની હતી.

પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. પલીસના જણાવ્યા મુજબ આ આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. ઉપરાંત તે સલમાનના ઘરે ફાયરિંગ કરનારા બે સૂટરોના પણ સંપર્કમાં હતો. તેણે જ અનમોલ બિસ્નોઈની .ચના બન્ને શૂટરો સુધી પહોંચાડી હોવાની પોલીસને શંકા છે. બાદમાં પોલીસે ગુજરાતમાંથી વિકાસ ઉર્ફે વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં તે હપિયાણાના એક શકમંદને ફાયરિંગની માહિતી આપતો હોવાની પોલીસને શંકા છે.

પોલીસે અગાઉ પકડેલા બિહારના બન્ને આરોપીના પરિવારજનોના નિવેદન નોંધ્યા છેપોલીસે આ ક્સમાં અત્યારસુધીમાં હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી અંદાજે 7 જમાની પુછપરછ કરી ચુકી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ સલમાન ખાનનું નિવેદન નોંધશે તેવું સુત્રોનું કહેવું છે.

બીજીતરફ સલમાન અને તેના પરિવારજનોની સુરક્ષાને લઈને મુંબઈ પોલીસે નારાજગી વ્યક્ત કરી હતી. આટલી ભારે સુરક્ષા છતા ગોળીબારની આ ઘટના કેવી રીતે બની તે અંતે તેણે પોલીસને સવાલ કર્યો હતો.

બે મુખ્ય આરોપી વિકી અને સાગરે નવી મુબઈના પનવેલ સ્થિત સલમાનના ઘર અને પર્મ હાઉસની રેકી કરી હતી. બાદમાં તેના ઘર પર પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે જે પિસ્ટલ વડે ફાયરિંગ કરાયું હતું તે હજી પોલીસને મળી નથી. તે સિવાય ફાયરિંગ કરતી વખતે બન્નેએ ચહેરા છુપાવી દીધા હતા જેથી સીસીટીવીમાં કેડ નથઈ શકે. જોકે બન્નેએ હેલ્મેટ અને કેપ ઉતારી દેતા નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

સોમવારે મોડી રાત્રે પોલીસે ગુજરાતના ભૂજમાંથી બન્નેની ધરપકડ કરી હતી. બાદમાં તેમને મુંબઈ લવાયા હતા. અનમોલ લોરેન્સે પેસબુક પોસ્ટમાં આ બનાવની જવાબદારી લેતા પોલીસે તેની વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તિથલનો દરિયો કિનારો બંધ કરાયો, ઊંચા મોજા ઉછળવાની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન

આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે