Shane Warne Death/ ડ્રગ્સથી લઈને છેડતી સુધી, જાણો શેન વોર્ન અને વિવાદો..

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર ​​શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન થયું છે, તેમણે 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું, શેન વોર્ને 19 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કર્યું. જો કે, તે અવારનવાર તેમના પ્રદશન સાથે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા

Top Stories Trending Sports
2 6 ડ્રગ્સથી લઈને છેડતી સુધી, જાણો શેન વોર્ન અને વિવાદો..

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર ​​શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. શેન વોર્ને 19 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કર્યું. જો કે, તે અવારનવાર તેમના પ્રદશન સાથે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા.

2000 માં વાઇસ કેપ્ટનશિપ ગુમાવી હતી

શેન વોર્ન પર વર્ષ 2000માં બ્રિટિશ નર્સ ડોના રાઈટ દ્વારા અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ હતો. આ પછી વોર્નને ઓસ્ટ્રેલિયન ટીમની વાઇસ કેપ્ટન્સી છોડવી પડી હતી. ડોનાનો આરોપ હતો કે વોર્ન તેના પર સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. વોર્ને ફોન પર ગંદી વાત કરી અને અશ્લીલ મેસેજ પણ કર્યા હતા.

ડ્રગ્સ ટેસ્ટ પોઝીટીવ આવ્યો 

શેન વોર્ન 2003 વર્લ્ડ કપમાં ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.  ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા જ્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સાબિત થયું કે તેમણે પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું. જોકે, તેમણે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ પોઝિટિવ મળ્યા બાદ તેમણે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.

બુકીને પીચ વિશે જણાવ્યું

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્ન પર માર્ક વો સાથે બુકીને પિચ સંબંધિત માહિતી આપવાનો આરોપ હતો. આ વાતનો ખુલાસો આ બંને ખેલાડીઓએ પોતે કર્યો હતો. બંને ક્રિકેટરોએ કહ્યું કે તેઓએ 1994માં સિંગર કપ દરમિયાન હવામાન અને પિચ સાથે જોડાયેલી માહિતી બુકી સાથે શેર કરી હતી.

સેક્સ સ્કેન્ડલ

2006માં શેન વોર્નનું નામ પણ સેક્સ સ્કેન્ડલમાં આવ્યું હતું. એમટીવીના પ્રસ્તુતકર્તા કોરેલી એકહોલ્ટ્ઝ અને એમ્મા સાથેના તેમના ન્યૂડ ફોટા વાયરલ થયા હતા. બંને મોડલ સાથે વોર્નનો ફોટો બ્રિટિશ મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો. વોર્નનું નામ અન્ય ઘણી મહિલાઓ સાથે પણ જોડાયેલું હતું.

અફેર અને છૂટાછેડા

2007 માં, વોર્નની પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી અને ફરીથી સાથે રહી હતી તેવા અહેવાલો આવ્યા હતા. જો કે, થોડા સમય પછી જ્યારે તેંમની પત્નીએ અન્ય મહિલા સાથેની ચેટ વિશે જાણ કરી ત્યારે તેઓ અલગ થઈ ગયા. તેમનો વૈવાહિક સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી તેમણે બ્રિટિશ અભિનેત્રી લિઝ હાર્લી સાથે પણ સંબંધ બાંધ્યા. થોડા સમય પછી લિઝે પણ તેમને છોડી દીધા અને આરોપ લગાવ્યો કે વોર્નનું પોર્ન સ્ટાર સાથે અફેર હતું.

પોર્ન સ્ટાર સાથે ઝપાઝપી

સપ્ટેમ્બર 2017માં, તેના પર લંડનની એક નાઈટક્લબમાં પોર્ન સ્ટાર વેલેરી ફોક્સ સાથે ઝપાઝપીનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારબાદ વેલેરી ફોક્સે સોશિયલ મીડિયા પર ઘાયલ આંખો વાળો એક ફોટો  પણ પોસ્ટ કર્યો હતો. તેમણે તે તસવીરના કેપ્શનમાં લખ્યું કે, તમે સેલિબ્રિટી છો, તેનો મતલબ એવો બિલકુલ નથી કે મહિલા પર હાથ ઉપાડી શકાય.

આ ઉપરાંત નાની મોટી એવી અનેક ઘટનાઓ છે જેમાં શેન વોર્ન હોટ ટોપીક તરીકે ચમકતા રહ્યા હોય. જો કે આજે તેમના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી જનારા શેન વોર્નની બોલીંગ ક્રિકેટ ચાહકો ક્યારેય નહીં ભુલી શકે.