દિલ્હી/ ઉપહાર સિનેમા હોલમાં લાગી આગ, ફર્નીચર બળીને ખાખ, અહીં 1997માં આગને કારણે 59નાં થયા હતા મોત

સિનેમા હોલની અંદર પડેલા ફર્નિચરમાં આગ લાગી હતી. થિયેટરની બાલ્કનીમાં અને એક માળ પર લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Top Stories India
ઉપહાર સિનેમા

દિલ્હીના ગ્રીન પાર્ક મેટ્રો સ્ટેશન પાસે આવેલા ઉપહાર સિનેમા હોલમાં આગ લાગી હતી. 5 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. ફાયર વિભાગનું કહેવું છે કે સિનેમા હોલની અંદર પડેલા ફર્નિચરમાં આગ લાગી હતી. થિયેટરની બાલ્કનીમાં અને એક માળ પર લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. દિલ્હી ફાયર સર્વિસીસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે રવિવારે સવારે 4.46 વાગ્યે ઉપહાર સિનેમામાં આગ લાગવાનો કોલ આવ્યો હતો, જેના પગલે નવ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગર્ગના જણાવ્યા અનુસાર, સિનેમા હોલમાં સીટો, ફર્નિચર અને જંકમાં આગ લાગી હતી, જેને સવારે 7.20 વાગ્યાની આસપાસ કાબૂમાં લેવામાં આવી હતી.

1997માં હિન્દી ફિલ્મ ‘બોર્ડર’ના સ્ક્રિનિંગ દરમિયાન ઉપહાર સિનેમામાં ભીષણ આગ લાગી હતી, જ્યારે 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 13 જૂન, 1997ના રોજ દિલ્હીના ગ્રીન પાર્કમાં ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. નાસભાગમાં 103 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો:કોંગ્રેસનાં અસંતુષ્ટોની બીજા પક્ષોમાં ભાગવાવાળી