અમદાવાદ/ હું ચૂંટણી લડવા તૈયાર છું : વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા

યુવરાજ સિંહે જણાવ્યુ હતું કે, યુવાનોના હિત માટે હંમેશા આવાજ ઉઠાવ્યો છે. અમે યુવાનોના હિત માટે લડીશું. અમારે કોઈને મારવોનો ઈરાદો નહતો,

Top Stories Ahmedabad Gujarat
borish johnson 3 હું ચૂંટણી લડવા તૈયાર છું : વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા

11 દિવસ જેલમાં રહ્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પત્રકાર પરિષદ યોજી હતી. અને યુવાનોને નવું સંગઠન બનાવવા માટે આહવવાન કર્યું છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે બેરોજગાર યુવાનોના અધિકાર અને ન્યાય માટે લડવા યુવા નવનિર્માણ સેના નામનું સંગઠન બનાવમાં આવશે. જે સંગઠન બેરોજગાર યુવાનોના અધિકાર અને ન્યાય માટે લડવા આહ્વાન કરશે.  યુવા નવનિર્માણ સેના નામનું સંગઠન બનાવમાં આવશે. સંગઠન રાજ્ય ,જિલ્લા અને તાલુકા કક્ષાએ યુવાનો હક માટે લડશે. બિનરાજકીય રીતે યુવા નિર્માણ સેના યુવાનો માટે લડાઈ લડશે.

વધુ યુવરાજસિંહે જણાવ્યુ હતું કે, પોતાના જેલવાસ દરમિયાન સતત પોતાની પડખે ઊભા રહેલા તમામ વિદ્યાર્થીઓ, મિત્રો અને પરિવારજનોનો ખુબ આભાર વિકટ કર્યો હતો.  તો સાથે  મીડિયાના મિત્રોનો પણ આભાર માન્યો હતો.

યુવરાજ સિંહે જણાવ્યુ હતું કે, યુવાનોના હિત માટે હંમેશા આવાજ ઉઠાવ્યો છે. અમે યુવાનોના હિત માટે લડીશું. અમારે કોઈ ને મારવો નો ઈરાદો નહતો પણ બચવવા નો હતો. કોઈ પેપર લીકેજની માહિતી હાલ સામે આવી નથી. નાની મોટી ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.

પોતાના રાજકીય સ્થાન અંગે સ્પષ્ટતા કરત જણાવ્યુ હતું કે, હું આમ આદમી પાર્ટીમાં છું. અને આમ આદમી માં રહીશ. પોતાના જેલવાસની ઘટના અંગે પણ વાત કરતાં કહ્યું હતું કે,  ફક્ત મારી ગાડીના અડધા વીડિયો બતાવવામાં આવ્યા છે. પૂરો વીડિયો બતાવવા માં આવે તો સત્ય સામે આવી જશે. હું વિદ્યાથી ને બચાવવા ગયો હતો.

 પેપર લીકને લઈને કોઈ પણ ઇનપુટ હવે સામે આવશે તો તેની ખરાઈ કરવામાં આવશે. સરકાર સમક્ષ સમગ્ર રજુઆત કરવામાં આવશે. જેથી કરીને પેપરલીક થવાને લઈને પોલીસ અને સરકાર ની મદદ લેવાશે. યુવાનો ની માંગ અને પડતર પશ્ર્નો ને લઈને સરકાર માં રજુઆત કરવામાં આવશે.

હું ચૂંટણી લડવા તૈયાર છું. કોઈ પણ પાર્ટી માં જાઉં એ મારો પોતાનો નિર્ણય હશે. મને પોલીસ તંત્ર મને સંપૂર્ણ ભરોસો છે.  હું મોટો ખુલાસો કરવાનો હતો એની પહેલા મારી ધરપકડ થઈ ગઈ

ભૂતકાળમાં ભરતી ના કૌભાંડ નો ખુલાસો આગામી દિવસો માં કરવામાં આવશે. ચૂંટણી પહેલા ગાંધીનગરમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે. આગામી દિવસો અમદાવાદમાં પ્રવેશ બંદીને લઈને પોલીસ કાર્યવાહી કરી શકે છે. પરંતુ મારી ક્રાંતિ યથાવત રહેશે.

લગ્નની અનોખી ભેટ/ લગ્ન સમારોહમાં ડુંગળી બાદ લીંબુ ભેટમાં આપવાનો ટ્રેન્ડ, તસવીર થઈ વાયરલ