કચ્છ/ સેલ્ફીના ચક્કરમાં બે યુવાનો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

કચ્છના ભચાઉમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનો લૂંણવા પાસે નર્મદા કેનાલમાં ડુબ્યા હોવાનો બનાવ બન્યો હતો. જેમાંથી એકને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

Gujarat Others
સેલ્ફી

અત્યારના યુવકો પર ફોટોગ્રાફીનું ભૂત એટલું હાવી થઇ ગયું છે કે, સારો અને બધા કરતા અલગ ફોટો સેલ્ફી  પડાવવા માટે તેઓ કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં સેલ્ફી પડાવવામાં યુવકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવું જ કઈ કચ્છના ભચાઉમાં થયું છે.

મળતી માહિતી અનુસાર, કચ્છના ભચાઉમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનો લૂંણવા પાસે નર્મદા કેનાલમાં ડુબ્યા હોવાનો બનાવ બન્યો હતો. જેમાંથી એકને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે. બન્ને યુવાનો ખાનગી કંપનીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા.

આ પહેલા મકરસંક્રાંતિનો તહેવારના દિને જુનાગઢના માળિયાહાટિના તાલુકાના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડેમમાં પડતા ડૂબ્યા હતા, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી પાણીમાં ડૂબી ગયા છે. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.

આ પણ વાંચો:ચાલુ ક્લાસમાં હાર્ટએટેકથી મોતનો બીજો કિસ્સો, રાજકોટ બાદ અહીં થયું વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો:સુરતનું એક એવું મંદિર કે જ્યાં બધા પૂરી કરવા ભક્તો ચડાવે છે જીવતા કરચલા

આ પણ વાંચો:ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને સફળતા, જાણો ક્યાં ગામમાં થયો દેશનો પહેલો સફળ પ્રયોગ

આ પણ વાંચો:ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,બજેટ સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા