બોટાદ
બોટાદમાં હોમગાર્ડ જવાને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવા જતા મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ આ જવાને હોમગાર્ડ કમાન્ડરના ત્રાસને કારણે આત્મવિલોપનનો પ્રયાર કર્યો હતો.
આ આત્મવિલોપનનો પ્રયાસ ગઢડા હોમગાર્ડ કચેરીમાં જઇને કર્યો હતો. કેરોસોની છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હોમગાર્ડ કમાન્ડરના ત્રાસને કારણે આ હોમગાર્ડ જવાને એસપી કક્ષાના અધિકારીને અનેક વખત રજૂઆત કરી છે.
તેમ છતાં પણ એસપી દ્વારા કોઇ પણ પગલા ભરવામાં આવ્યા નથી. જેને લઇને આખરે હોમગાર્ડ જવાને આત્મવિલોપન કરવાની ફરજ પડી હતી.
