Gandhinagar News/ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં જાણીતા ચહેરા નરેશ પટેલને નવી કેબિનેટમાં મળ્યું સ્થાન

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂની કેબિનેટમાં સ્થાન ન ધરાવતા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય નરેશ પટેલને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયામાં જૂની કેબિનેટમાં સ્થાન ન ધરાવતા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય નરેશ પટેલને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી. નરેશ પટેલ દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી પક્ષનો ચહેરો છે. તેઓ પહેલી જ વખત મંત્રી બન્યા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના એક જાણીતા રાજકીય ચહેરા છે, જેઓ ગણદેવી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1968ના રોજ થયો હતો. શૈક્ષણિક અને રાજકીય સફરમાં જોઈએ તો નરેશ પટેલનો અભ્યાસ ધોરણ 10 સુધીનો છે અને તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. રાજકારણમાં તેમનો પ્રવેશ વર્ષ 2000માં થયો, જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. લાંબી સંગઠનાત્મક સફર બાદ, તેમને વર્ષ 2012માં પહેલી વખત ધારાસભ્ય બનવાની તક મળી.

ઉલ્લેખનીય છે કે 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી, તેઓ સતત ગણદેવી બેઠક પર જીતતા આવ્યા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારમાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે, જે તેમની પક્ષમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે. નરેશ પટેલને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણોને સાધવા માટે તેમના આદિવાસી અને અનુભવી ચહેરા પર વિશ્વાસ મૂકી રહી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તેમની પકડ અને વર્ષોનો અનુભવ તેમને પાર્ટી માટે એક મહત્વપૂર્ણ નેતા બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ