weather update news/ ગુજરાતમાં પ્રી-મોન્સૂન તોફાન,ઓરેન્જ એલર્ટ, IPL ફાઈનલ પર વરસાદનું સંકટ

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બની છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain Alert), ગાજવીજ અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Rain Alert

 Weather Update News: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ પૂર્ણ તેજ પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે અને આગામી 4 જૂન સુધી વરસાદ (Rain Alert), આંધી-તોફાન અને વીજળીના કડાકા-ભડાકા સાથેનું વાતાવરણ રહેવાની આગાહી છે.

રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain Alert) સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની પણ સંભાવના છે.

ગુજરાતમાં માવઠાની (Rain Alert) આગાહી 

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert), ગાજવીજ સાથે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.આજે સાંજે 7:30 વાગ્યે નમો સ્ટેડિયમમાં IPL 2026ની ફાઈનલ મેચ રમાવાની છે. ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આ મહામુકાબલો જોવા દેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા છે.

હવામાન વિભાગની આગાહીને કારણે મેચ પર વરસાદનું (Rain Alert) સંકટ મંડરાઈ રહ્યું છે. જો વરસાદ પડશે તો મેચમાં વિલંબ કે રિઝર્વ ડેનો સહારો લેવો પડી શકે છે. સ્ટેડિયમ સત્તાધિકારીઓ અને BCCI અધિકારીઓ હવામાન પર નજર રાખીને તૈયારીઓ કરી રહ્યા છે.ગઈકાલે અમદાવાદના વાસણા, ઉસ્માનપુરા, રાણીપ, મણીનગર, દરિયાપુર, નિકોલ, નારોલ, નરોડા અને જશોદાનગર વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાંતા પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ (Rain Alert) પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ખેડૂતોને ઉભા પાક અને કાપેલા અનાજને નુકસાનની આશંકા છે.મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ધનસુરા, શામળાજી અને ભિલોડા સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ. અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ. માલપુરમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.


આ પણ વાંચો:રાજ્યમાં 22મી અને 23મી મેના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં મહિનાના અંતે પ્રિ-મોનસૂન વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે મેઘરાજા

આ પણ વાંચો:ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા