Ahmedabad News/ બગોદરામાં એકલ માતાના મંદિર પરિસરમાં પ્રેમીયુગલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ જિલ્લાના બગોદરા (Bagodara)માં એકલ માતાજીના મંદિરે કેશરડીની યુવતી અને ચિયાડાના પરિણીત યુવકે આત્મહત્યા કરી છે. 15 દિવસથી ઘરેથી ભાગેલા યુગલનો કરુણ અંત.

Top Stories Ahmedabad Gujarat
Bagodara Temple Youth Death Mystery

Bagodara Temple Youth Death Mystery: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા (Bagodara) પાસે આવેલા એકલ માતાજીના મંદિર પરિસરમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રેમીયુગલે મંદિરના ચોગાનમાં આવેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

મૃતકોની ઓળખ થઈ

પોલીસ તપાસમાં મૃતક યુવક અને યુવતી બંનેની ઓળખ થઈ ગઈ છે:

યુવતી: કિંજલબેન બાબુભાઈ રાઠોડ (રહે. કેશરડી ગામ)

યુવક: ગૌતમ પરસોતમભાઈ જાદવ (રહે. મીઠાપુરના વતની, હાલ રહે. ચિયાડા)

Bagodara Temple Youth Death Mystery

15 દિવસથી ઘરેથી ગુમ હતું યુગલ

ઘટનાની વધુ વિગતો મુજબ, મૃતક ગૌતમ જાદવ પરિણીત હતો અને તેની પત્ની સાથે રહેતો હતો. ચર્ચા છે કે આ પ્રેમીયુગલ છેલ્લા પંદર દિવસથી પોતપોતાના ઘરેથી ભાગી ગયું હતું. આખરે આજે એકલ માતાજીના મંદિર પરિસરમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

Bagodara Temple Youth Death Mystery

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પરિણીત યુવક અને અપરિણીત યુવતીના આ અંતિમ પગલાં પાછળના કારણો જાણવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો:  નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા

આ પણ વાંચો:  અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર