Rajkot News: રાજકોટમાં ઘરકંકાસ મોતનું કારણ બનવા માંડ્યું છે. આવા જ એક બનાવમાં પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી હતી. આ પાછા બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર થયેલો પ્રેમ છેવટે અત્યંત કરૂણ રીતે ખતમ થયો છે. રાજકોટના દૂધસાગર રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની દુર્ઘટનાએ ફક્ત તે વિસ્તાર નહીં આખા રાજકોટમાં ચકચાર મચાવી દીધી છે. પત્નીએ કલ્પના પણ નહીં કરી હોય કે તેના પ્રેમસંબંધનો આટલો કરૂણ અંજામ આવશે.
રાજકોટ મા હત્યા
રાજકોટમાં 27 વર્ષીય પરીણિતા મિલેશ્વરી બોરિયાની તેના પતિ યોગેશ બોરિયાએ છરી મારી હત્યા કરી હતી. તેની હત્યા ઘરકંકાસના પગલે યોગેશે આવેશમાં આવીને કરી હોવાનું માનવામાં આવે છેય યુવતીના ભાઈની ફરિયાદ પછી રાજકોટ પોલીસે આરોપી પતિ યોગેશ બોરિયાને ઝડપી લીધો છે.
આ બનાવની વિગત એવી હતી કે આરોપી અને મૃતક પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવ્યા હતા. પછી બંને મિત્ર બન્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેના પછી તેમનો પ્રેમ પરવાન ચઢતાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ અને ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પણ લગ્ન પછી તેમનો પ્રેમ વાસ્તવિકતાની ઠોકરો ખાવા માંડ્યો હતો. તેના પગલે બંને વચ્ચે ઘરકંકાસ થતા હતા. તેના કારણે કંટાળીને મિલેશ્વરી તેની બહેનપણીના ઘરે જતી રહી હતી. આના કારણે પતિ યોગેશ બોરિયા નારાજ થઈ ગયો હતો.
રાજકોટમાં હજી મેટ્રો સિટી બન્યા પહેલા જ મેટ્રો સિટીના દુર્ગુણો આવી ગયા છે. રાજકોટ જાણે સુરતને સ્પર્ધા આપતું હોય તેમ ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે. રોજબરોજ કોઈને કોઈને કોઈની હત્યા કોઈ કારણસર થાય છે. આ તો જાણે મર્ડર કરી નાખવું તે જાણે બધી જ સમસ્યાનો રામબાણ ઇલાજ બની ગયો છે. ક્યાં સમસ્યા ઉકેલો અને ન ઉકેલાય તો સમસ્યાને જ ખતમ કરો તેવા અભિગમ સાથે આ પ્રકારના મર્ડર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ શહેરમાં દિવાળી બની રક્તરંજીત , આંબેડકર નગરમાં ટ્રિપલ મર્ડર
આ પણ વાંચો: રાજકોટમાં 40 સેકન્ડમાં ઝપાઝપીથી લમણે ગોળી સુધી, હત્યા-આત્મહત્યા CCTVમાં કેદ
આ પણ વાંચો: રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝગડામાં યુવકની જાહેરમાં હત્યા

