Gandhinagar News/ અમદાવાદમાં સરકારી કર્મચારીઓને મળ્યું નવું ઘર! 44 આવાસોનું મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ

નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ સરકારી આવાસ યોજના તળે નાગરિકોના સ્વપ્ન સાકાર થઇ રહ્યા છે.

Gandhinagar Top Stories Gujarat
સરકારી આવાસ લોકાર્પણ  પ્રસંગે  મંત્રી દર્શનાબેન વાઘેલા

Gandhinagar News: માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવરંગપુરા  અમદાવાદ ખાતે નવનિર્મિત  સી કક્ષાના  44 સરકારી આવાસ લોકાર્પણ  પ્રસંગે  મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે સારા અને સુરક્ષિત નિવાસીની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઇ રહી છે. કર્મચારીઓના પરિવારના  હિત માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

પીએમ મોદીનું સપનું સાકાર 44 સરકારી આવાસ લોકાર્પણ

વાઘેલાએ ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નેરન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે, દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજના તળે નાગરિકોના સ્વપ્ન સાકાર થઇ રહ્યા છે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા  અમદાવાદમાં આવાસ યોજના લોકાર્પણ  કરવાથી  અંતર્ગત અનેક ગરીબોને  ઘરના ઘર મળ્યા છે તેવું આ તકે જણાવ્યું હતું.

મંત્રીએ સરકારી કર્મચારીઓના પરીજનોને સુવિધા યુ્કત સગવડ મળી રહી છે તેમ જણાવી  કર્મચારીઓ દ્વારા પણ નાગરિકોના હકારત્મક કામ કરવા પણ અનુંરોધ કર્યો હતો. અમદાવાદમાં સરકારી કર્મચારીઓને આવાસ મળી રહે તે માટે કે કોલોની,સીજી રોડ ખાતે સી કક્ષાના 44 સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું હતું જેમાં તમામ પ્રકારની સુરક્ષા,સલામતી અને પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રી સહિત મહાનુંભાવોના હસ્તે સરકારી આવાસની ફાળવણીના હુકમ એનાયત કરવમાં આવ્યા હતા. આ કાર્યક્રમાં ધારાસભ્ય અમીતભાઇ શાહ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર રીયાબેન મોદી, મહાનગરપાલિકાનો કોર્પોરેટરો,કાર્યપાલક ઇજનેર જે.બી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર પરેશ કાવર  સહિત સરકારી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:8 પ્રખ્યાત કલાકારોને સરકારી આવાસ ખાલી કરવા આદેશ

આ પણ વાંચો:સરકાર તરફથી નોટિસ મળ્યા બાદ મહેબૂબા મુફ્તીએ ખાલી કર્યું સરકારી આવાસ, નાની બહેનના થયા ઘરે શિફ્ટ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ સરકારી આવાસ સંપૂર્ણપણે કર્યું ખાલી, શનિવારે લોકસભા સચિવાલયને આપશે ચાવી