Entertainment News: ‘તારક મહેતા..’થી ઘર-ઘરમાં પ્રસિદ્ધ થયેલી એક્ટ્રેસ દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફે દયાબેનના પિતા ભીમ વાકાણીનું નિધન થયું છે.
દિશા વાકાણી (Disha Vakani)ના પિતાનું 84ની વયે નિધન
તેઓ 84 વર્ષના હતા અને થોડા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. તેમના પુત્ર મયૂર વાકાણીએ આપેલી માહિતી અનુસાર, તેમના પિતા થોડા સમયથી બીમાર હતા. પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ અંતિમ શ્વાસ લીધા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલથી ઘર-ધરમાં ફેમસ થયેલી દિશા અને મયૂરના પિતા ભીમ વાકાણી ઘણા વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માઘ્યમોમાં સક્રિય રીતે કામ કરી ચૂક્યા છે. દિશાએ તેમના પિતાના દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં બાળકલાકાર તરીકે નાની-નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. અમદાવાદ ખાતે ‘વાકાણી થિયેટર્સ’ના બેનર હેઠળ તેઓએ નાટકોનું નિર્માણ કર્યુ હતુ, ડિરેક્શન કર્યુ હતુ અને તેમાં અભિનય પણ કર્યો હતો.
આ પણ વાંચો: જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મનોરંજન જગતમાં માતમ
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: ડોરેમોનના દિગ્દર્શક સુતોમુ શિબાયામાનું 84 વર્ષની વયે નિધન
