Entertainment News/ જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મનોરંજન જગતમાં માતમ

actressની જાણીતી અભિનેત્રીનું ભયાનક કાર અકસ્માતમાં નિધન થયું છે. આ દુખદ ઘટનાથી મનોરંજન જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વધુ વિગતો માટે વાંચો આ અહેવાલ.

Trending Politics
actress

Bollywood Actress Car Accident: ગ્લેમર જગત માટે સોમવારની રાત કાળી સાબિત થઈ છે. જાણીતી મોડલ અને અભિનેત્રી હર્ષિલ કાલિયાનું માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થયું છે. માત્ર 30 વર્ષની વયે હર્ષિલના અકાળે અવસાનથી તેમના પરિવાર અને ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ભયાનક અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે હર્ષિલ પોતાનું કામ પતાવીને મોડી રાત્રે ઘરે પરત ફરી રહી હતી.

actress

ડિવાઈડર સાથે અથડાઈને કાર પલટી ગઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે રાત્રે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ actress હર્ષિલ કાલિયા પોતાની કારમાં ઘરે જઈ રહી હતી. જયપુરના શિપ્રા પથ રોડ પર અચાનક તેની કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર હવામાં ફંગોળાઈને રોડની એક બાજુ પલટી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Harshil kalia (@harshilkaliaofficial)

સ્થાનિકોની મદદ છતાં જીવ ન બચ્યો

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘણી જહેમત બાદ કારને સીધી કરી actress હર્ષિલને બહાર કાઢવામાં આવી હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે.

actress

કોણ હતી actress હર્ષિલ કાલિયા?

હર્ષિલ કાલિયા મનોરંજન અને મોડેલિંગ (actress) ક્ષેત્રે એક જાણીતું નામ હતી. તેણે પ્રખ્યાત વેબ સિરીઝ ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ માં અભિનય કર્યો હતો. અનેક રાજસ્થાની ગીતોમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે એક ન્યૂઝ ચેનલમાં એન્કર (Anchor)તરીકે પણ સેવા આપી ચૂકી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ અકસ્માત માત્ર તેજ ગતિને કારણે થયો કે પછી કોઈ અન્ય વાહને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી.


આ પણ વાંચો:ધુરંધર 2 પર સંકટ: ₹800 કરોડની કમાણી વચ્ચે પ્રતિબંધની માંગ, જાણો શું છે વિવાદ!

આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?

આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે