Bhavnagar News: ભાવનગરમાં સાયબર ગુનાખોરી ( Cyber fraud)નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગઠિયાઓએ વિવિધ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ અંજામ આપી છે. આ મામલે પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ કુલ 134 બેન્ક ખાતાઓ મારફતે લગભગ 21.37 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આમાંથી અંદાજે 8.11 કરોડ રૂપિયાની સીધી ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ગોટાળો ખૂબ જ સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે.
Cyber fraud: સાયબર ગઠિયાઓનો ખેલ!
પોલીસ સૂત્રો અનુસાર, સાયબર ગઠિયાઓએ ( Cyber fraud)નકલી ઓળખ, ફેક એકાઉન્ટ અને ઓનલાઈન ફ્રોડના વિવિધ ઉપાયોનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઠગાઈમાં અનેક લોકોને આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા છે.
આ મામલે ભાવનગરના સંબંધિત પોલીસ મથકે 8 ગઠિયાઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર કિસ્સાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
પોલીસે નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે અને અજાણ્યા કોલ, મેસેજ અથવા ઓનલાઈન લિંક પર વિશ્વાસ ન કરવા સૂચના આપી છે.
આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર
આ પણ વાંચો:દેશનો સૌથી મોટો Cyber fraud ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ
આ પણ વાંચો:ભાવનગરમાં સાયબર ફ્રોડનો નવો કિસ્સો સામે આવ્યો, વેપારી સાથે 1.15 લાખની છેતરપિંડી
