Not Set/ જૂનાગઢ : સિંહના 4 નખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી છે. ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં બે શખ્સ આબાદ ફસાયા હતા. બે નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા છે. ભાવનગર વન વિભાગે વેટરનરી અને FSL દ્વારા […]

Top Stories Gujarat Others

જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી છે. ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં બે શખ્સ આબાદ ફસાયા હતા. બે નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા છે.

ભાવનગર વન વિભાગે વેટરનરી અને FSL દ્વારા સિંહના નખ અસલી હોવાની પુષ્ટિ કરી છે. દીપડાના નખ હોવાનું આરોપીઓનું રટણ સામે વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ધારીના પાનિયા રેન્જમાંથી પાંચ વર્ષ પહેલા એક સિંહના મૃતદેહમાંથી નખ લીધા હોવાની કાબુલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, જુનાગઢ, ધારી, અને દલખાણીયા રેન્જમાં હાલમાં વાયરલ લાગવાને કારણે આશરે 23 જેટલા સિંહોના મોત થયા હતા.