વડોદરા હાઇવે પાસે એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બસ માં સાવર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જયારે અન્ય 25 થી વધુ ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા હાઇવે પર સુરતથી અંબાજી જતી ઘનશ્યામ ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર મુસાફરો લગ્નપ્રસંગે વતનમા જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જયારે અન્ય 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ 25થી વધુ ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાવમ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
