Surat News: શહેર ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસને ચકમો આપતા એક વોન્ટેડ આરોપીની (Wanted Criminal Arrest) સફળતાપૂર્વક ધરપકડ કરી છે. વર્ષ 2020માં નોંધાયેલા આર્મ્સ એક્ટના (Arms Act Case) ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર રહેલા આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ-અલગ નામોનો ઉપયોગ કરી રહ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવર તરીકે કામ કરીને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ રામઅવતાર ઉર્ફે મહમદ ઈસ્લામ અંસારી (ઉંમર 45 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સરદાર શહેરનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નામ બદલી પોલીસથી બચવાનો પ્રયાસ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વર્ષોથી પોતાની ઓળખ(Wanted Criminal Arrest) છુપાવવા માટે વિવિધ નામોનો ઉપયોગ કરતો હતો. ક્યારેક રામકુમાર, ક્યારેક રામલાલ તો ક્યારેક રાજકુમાર તરીકે ઓળખ આપીને અલગ-અલગ વિસ્તારોમાં રહેતો હતો. આ કારણે પોલીસ માટે તેની સાચી ઓળખ સુધી પહોંચવું મુશ્કેલ બનતું હતું.અંકલેશ્વરના સંજાલી ગામમાં ભાડાના મકાનમાં રહેતા આરોપીએ પાનોલી GIDC વિસ્તારમાં ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું હતું, જેથી તેના ગુનાહિત ભૂતકાળ અંગે કોઈને શંકા ન જાય.
2020ના હથિયાર કેસમાં હતો વોન્ટેડ
પોલીસ રેકોર્ડ મુજબ ઓગસ્ટ 2020 દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાં એક આરોપીને દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી (Illegal Weapons) પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હથિયારો રામઅવતાર ઉર્ફે મહમદ ઈસ્લામ અંસારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારથી આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
45 દિવસ સુધી ચાલ્યું ગુપ્ત ઓપરેશન
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી અંકલેશ્વરમાં નામ બદલીને રહે છે. આરોપી ખૂબ ચાલાક હોવાથી પોલીસે ઉતાવળ કર્યા વગર લગભગ 45 દિવસ સુધી તેની દિનચર્યા, રહેણાંક અને હિલચાલ પર ગુપ્ત નજર રાખી હતી. પૂરતા પુરાવા અને ઓળખની ખાતરી થયા બાદ પોલીસ ટીમે આયોજનબદ્ધ રીતે ઓપરેશન હાથ ધરી તેને ઝડપી લીધો હતો.
અન્ય અનેક ગુનાઓમાં પણ સંડોવણી
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરી, ઘરફોડ ચોરી, ચોરીનો પ્રયાસ, જાહેર શાંતિ ભંગ તેમજ ગેરકાયદે હથિયાર રાખવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2009થી 2021 દરમિયાન સુરત, ભરૂચ અને અરવલ્લી જિલ્લામાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી હતી.
હથિયાર નેટવર્ક અંગે વધુ તપાસ
હાલ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ તે ડ્રાઈવર તરીકે કામ કરતી વખતે કોઈ ગેરકાયદે હથિયારોની હેરાફેરીમાં સંકળાયેલો હતો કે નહીં તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેના સંપર્કો અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વેરાવળ SMC હુમલા કેસમાં ખોટા નામે FIRનો આક્ષેપ, કોંગ્રેસ MLAએ ગૃહપ્રધાન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન, હવે પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય DEO અલગથી કામગીરી કરશે
આ પણ વાંચો: મહેમદાવાદમાં વીજપોલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત, શાળાએ જતી વખતે સર્જાઈ દુર્ઘટના
