Kheda News/ મહેમદાવાદમાં વીજપોલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત, શાળાએ જતી વખતે સર્જાઈ દુર્ઘટના

ખેડાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામે બાળક શાળાએ જઈ રહ્યો હતો તે દરમિયાન તેના પર વીજ પોલ પડતા તેનું મોત થયું છે. આ સમગ્ર બનાવને લઈ પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Gujarat Others Breaking News
Electric pole

Kheda News: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. શાળાએ જવા માટે ઘરેથી નીકળેલા ધોરણ-6ના 11 વર્ષીય વિદ્યાર્થી પર અચાનક વીજપોલ તૂટી પડતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વીજપોલ (Electric Pole) તૂટતાં બાળકનું કરુણ મોત

મહેમદાવાદ (Mahemdavad)તાલુકાના આમસરણ ગામમાં રહેતો 11 વર્ષીય અજય યાદવ સ્થાનિક પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. આજે સવારે આશરે 10 વાગ્યે તે રોજની જેમ શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તે દરમિયાન ગામમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઝાડની એક મોટી ડાળી વીજ લાઇન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા (School Student)અજય પર વીજપોલ તૂટી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાસ્થળે બાળકનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

વીજપોલના કારણે અજયનું ઘટનાસ્થળે જ કરુણ મોત (Child Death) નીપજ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી (Police Investigation)હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: પાક નિષ્ફળ જતાં ઉનામાં ખેડૂતનો આપઘાત,પેટે વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું

આ પણ વાંચો:સુરત: બમરોલી ખાડીનાં પાણીમાં બાળક ગરકાવ ખાડીમાં પડતા માસુમ બાળક મોતને ભેટ્યો ઘરેથી કોઈ કહ્યાં વિના નિકળ્યા હતા બાળકો રમતા ચાર બાળકોમાંથી એક બાળકનું મોત સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી