New Delhi News : હાસ્ય કલાકાર સમય રૈના (Samay Raina)ને સુપ્રીમ કોર્ટ (Supreme Cour) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટને ગેરમાર્ગે દોરવા અને સુનાવણી દરમિયાન ખોટા નિવેદનો રજૂ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે તેમની સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે શરૂઆતમાં ₹10 લાખનો દંડ ફટકાર્યો હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને ₹3 લાખ કર્યો અને નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો દંડ સમયસર ભરવામાં નહીં આવે તો સંબંધિત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ વિવાદાસ્પદ એપિસોડમાં સામેલ અન્ય હાસ્ય કલાકારો પર પણ ₹3-3 લાખનો દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટની કડક ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે નોંધ્યું કે સમય રૈના (Samay Raina)એ સુપ્રીમ કોર્ટ સમક્ષ સાચી માહિતી રજૂ કરી નહોતી અને ન્યાયિક પ્રક્રિયાને ગંભીરતાથી લીધી નહોતી. કોર્ટે જણાવ્યું કે રેકોર્ડ પર આધાર ન હોવા છતાં દાખલ કરાયેલા સોગંદનામા જેવી બાબતો ન્યાયપ્રક્રિયા માટે ગંભીર છે.
બેન્ચે વધુમાં જણાવ્યું કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકોની જવાબદારી વધારે હોય છે અને સમાજની લાગણીઓ તથા કાનૂની પ્રક્રિયાનો સન્માન કરવો જરૂરી છે.
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ સાથે જોડાયેલો મામલો
આ કાર્યવાહી “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ”(India’s Got Latent)ના વિવાદાસ્પદ એપિસોડ બાદ નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. આ કેસમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાડિયા નો પણ સમાવેશ થાય છે. શોમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ બાદ દેશભરમાં ભારે વિરોધ થયો હતો, જેના પગલે અનેક રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ હતી.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય વ્યક્તિઓ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હોય છે અને તેમની જાહેર ટિપ્પણીઓની અસર વ્યાપક હોય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ જણાવ્યું હતું કે દેશના યુવાનો માટે વધુ સારા આદર્શ ઉપલબ્ધ છે.
શું હતો સમગ્ર વિવાદ?
જાન્યુઆરી 2025માં “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ”ના એક એપિસોડમાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ બાદ આ વિવાદ શરૂ થયો હતો. એપિસોડ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો અને ત્યારબાદ સમય રૈના સામે FIR નોંધાઈ હતી. વિવાદ વધતાં તેમણે પોતાના શોના તમામ એપિસોડ યુટ્યુબ સહિતના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધા હતા.
તાજેતરમાં “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2″ના કેટલાક ક્લિપ્સ અને અન્ય સ્ટેન્ડ-અપ કોમેડી સંબંધિત વીડિયો ફરી ચર્ચામાં આવ્યા હતા, જેના કારણે સમય રૈના ફરી વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે
આ પણ વાંચો : ‘ગોટ ઇન ધ ફ્લો’ સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદ પર મૌન તોડ્યું, હાસ્ય કલાકારે ભૂલ સ્વીકારી
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે સમય રૈનાને દિવ્યાંગ લોકો માટે કોમેડી શો કરવાનો આદેશ આપ્યો
આ પણ વાંચો : મુંબઈથી આસામ સુધી રણવીર અલ્હાબાદિયા કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા, FIR નોંધાય; લોકો કોર્ટમાં પણ પહોંચ્યા
