પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીના શપથગ્રહણ સમારોહ માં ભારતની ચાર હસ્તીઓને આમંત્રણ મળ્યું છે. ઇમરાન ખાને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ, સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને આમંત્રણ મોકલ્યું છે. આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાનને પણ ઇસ્લામાબાદ આવવાનું આમંત્રણ મળ્યું છે. એમાંથી સિદ્ધુએ તરત જ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.
પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે એમણે ઇમરાન ખાનના પ્રધાનમંત્રી પદ શપથગ્રહણ સમારોહ માટેના એમના આમંત્રણ નો સ્વીકાર કરી લીધો છે. સિદ્ધુએ એક નિવેદનમાં કહ્યું કે આ એક સમ્માન છે અને તેઓ આમંત્રણ સ્વીકાર કરે છે. એમણે કહ્યું કે ઇમરાન ખાન પર ભરોસો કરી શકાય છે. ખેલાડીઓ સંપર્ક બનાવે છે અને લોકોને જોડે છે. વળી, કપિલ દેવ અને આમિર ખાને આ નિમંત્રણ પર હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
It's a great honour&I accept the invitation. Men of genius are admired,men of power are feared but men of character are trusted.Khan Sahab is a man of character.He can be trusted:Navjot Singh Sidhu on invitation for Pakistan's PM elect Imran Khan's oath taking ceremony (File pic) pic.twitter.com/78SDdGvn5R
— ANI (@ANI) August 1, 2018
મહત્વનું છે કે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફ 25 જુલાઈએ થયેલી ચૂંટણીમાં સૌથી મોટા દળના રૂપમાં ઉભરી છે. આ વચ્ચે ખબર આવી છે કે ઇમરાન પ્રધાનમંત્રી પદના શપથ કોઈ ખુલ્લી જગ્યાના બદલે રાષ્ટ્રપતિ ભવનમાં લેશે. ઇમરાન 11 ઓગસ્ટે પ્રધાનમંત્રી પદના શપથ લેશે એવી આશા છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ઇમરાને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી જેમાં સરકારની રચના ઉપરાંત, તેઓ ક્યાં શપથ લેશે અને પ્રધાનમંત્રી બન્યા બાદ ક્યાં રહેશે, એના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે, જે એક સુરક્ષિત સ્થાન છે. રાષ્ટ્રપતિ મમૂન હુસૈન એમને શપથ અપાવશે.
