Dholera Sir News : ગુજરાતના મહત્ત્વાકાંક્ષી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્રીય સ્તરે કરવામાં આવેલી જાહેરાત મુજબ ધોલેરા એરપોર્ટ (Dholera Airport)ની કામગીરી આગામી ત્રણથી ચાર મહિનામાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે ધોલેરા ભારતના એવિએશન (Aviation)અને ઔદ્યોગિક વિકાસના નવા કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ધોલેરામાં દેશનું પ્રથમ સિવિલિયન એરક્રાફ્ટ (નાગરિક વિમાન) બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ માટે અદાણી એવિયેશન સાથે સંકલન કરીને જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ધોલેરા એરપોર્ટ (Dholera Airport)માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે વૈશ્વિક કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. એરપોર્ટ શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય રોકાણ, ઉદ્યોગો, લોજિસ્ટિક્સ, નિકાસ અને રોજગારીના નવા અવસરો સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધોલેરા એરપોર્ટ (Dholera Airport)કાર્યરત બન્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસને નવી ગતિ મળશે
સરકારનો વિશ્વાસ છે કે ધોલેરા એરપોર્ટ (Dholera Airport)કાર્યરત બન્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસને નવી ગતિ મળશે. સાથે જ ગુજરાતને વૈશ્વિક ઉદ્યોગ અને એવિએશન ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મળશે.
