National News/ Emiratesની મોટી જાહેરાત: હવે ફ્લાઈટ ટિકિટ EMI પર બુક કરો, 36 મહિના સુધી હપ્તામાં ચુકવણીની સુવિધા

National News: ભારતીય મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ હવે વધુ સરળ અને બજેટ-ફ્રેન્ડલી બનવાનો છે. વિશ્વની અગ્રણી એરલાઇન્સમાંથી એક Emiratesએ ભારતમાં પોતાના ગ્રાહકો માટે નવી EMI (Equated Monthly Installment) સુવિધાની જાહેરાત કરી છે. આ સુવિધા હેઠળ હવે મુસાફરો ફ્લાઈટ ટિકિટ(Emirates Flight Ticket) બુક (Book flight tickets now on EMI) કરતી વખતે સંપૂર્ણ રકમ એકસાથે ચૂકવવાને બદલે […]

Top Stories Trending

National News: ભારતીય મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ હવે વધુ સરળ અને બજેટ-ફ્રેન્ડલી બનવાનો છે. વિશ્વની અગ્રણી એરલાઇન્સમાંથી એક Emiratesએ ભારતમાં પોતાના ગ્રાહકો માટે નવી EMI (Equated Monthly Installment) સુવિધાની જાહેરાત કરી છે. આ સુવિધા હેઠળ હવે મુસાફરો ફ્લાઈટ ટિકિટ(Emirates Flight Ticket) બુક (Book flight tickets now on EMI) કરતી વખતે સંપૂર્ણ રકમ એકસાથે ચૂકવવાને બદલે સરળ માસિક હપ્તાઓમાં ચુકવણી કરી શકશે.

Emirates announces first 9 A350 destinations

કંપનીના જણાવ્યા અનુસાર આ સુવિધા ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, જેઓ લાંબા સમયથી વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે પરંતુ એકમુષ્ટ ખર્ચને કારણે મુશ્કેલી અનુભવે છે.

3થી 36 મહિના સુધી મળશે EMI વિકલ્પ

નવી યોજના હેઠળ ભારતીય ગ્રાહકો Emiratesના વૈશ્વિક નેટવર્કમાં સમાવિષ્ટ લગભગ 140 આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ ટિકિટ EMI પર બુક કરાવી શકશે. મુસાફરો પોતાની નાણાકીય (Emirates Flight Ticket) સગવડ મુજબ 3, 6, 9, 12, 18, 24 અથવા 36 મહિના સુધીના હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકશે. આ સુવિધા Emiratesની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ દરમિયાન ઉપલબ્ધ રહેશે.

12 અગ્રણી બેંકો સાથે ભાગીદારી

EMI સુવિધા માટે Emiratesએ ભારતની 12 અગ્રણી બેંકો સાથે કરાર કર્યો છે. તેમાં નીચેની બેંકોનો સમાવેશ થાય છે. જેમા SBI, HDFC Bank, ICICI Bank, Axis Bank,Kotak Mahindra Bank, Bank of Baroda, IndusInd Ban, RBL Bank, YES Bank, IDBI Bank, HSBC, Standard Chartered Bank નો સમાવેશ થાય છે.મુસાફરો પોતાના ક્રેડિટ કાર્ડ દ્વારા EMI વિકલ્પ પસંદ કરી શકશે. વ્યાજદર, પ્રોસેસિંગ ફી અને અન્ય શરતો સંબંધિત બેંકના નિયમો મુજબ લાગુ પડશે.

Emirates launches EMI option for Indian travellers, pay flights in monthly  instalments | Khaleej Times

મુસાફરોને મળશે બજેટ મેનેજમેન્ટમાં મદદ

આ નવી સુવિધાથી ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો, વિદ્યાર્થીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ અને વિદેશમાં રહેતા પરિવારજનોને મળવા જનાર મુસાફરોને મોટી રાહત મળશે. લાંબા સમય સુધી હપ્તામાં ચુકવણી કરવાની સુવિધા હોવાથી પ્રવાસનું આયોજન વધુ સરળ બની શકે છે. Emiratesના ભારત અને નેપાળ માટેના વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સરહાનના જણાવ્યા મુજબ, આ પહેલ ભારતીય ગ્રાહકોને વધુ સુવિધાજનક (Emirates Flight Ticket) અને લવચીક પેમેન્ટ વિકલ્પ પૂરો પાડવા માટે કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ પ્રવાસનું આયોજન કરી શકે.


આ પણ વાંચો: ધોલેરા એરપોર્ટ : 3-4 મહિનામાં કામગીરી શરૂ થવાની શક્યતા

આ પણ વાંચો: 6 વર્ષથી ફરાર આર્મ્સ એક્ટનો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો, નામ બદલી ડ્રાઈવર બની રહ્યો હતો

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન, હવે પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય DEO અલગથી કામગીરી કરશે