Not Set/ ઈંગ્લેંડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતનો શ્રેય જાય છે આ સ્ટાર ખેલાડીઓને, જુઓ

નોટિઘમ, નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. ટ્રેન્ટબ્રિજ મેદાન પર ભારતીય ટીમના વિજયમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિતના તમામ પ્લેયરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સાથે જ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત યજમાન ટીમ ઇંગ્લેન્ડ કરતા ૧-૨થી પાછળ છે. ૮૬ વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનાં મેદાન પર ભારતની […]

Trending Sports

નોટિઘમ,

નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. ટ્રેન્ટબ્રિજ મેદાન પર ભારતીય ટીમના વિજયમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિતના તમામ પ્લેયરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

આ સાથે જ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત યજમાન ટીમ ઇંગ્લેન્ડ કરતા ૧-૨થી પાછળ છે. ૮૬ વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનાં મેદાન પર ભારતની આ સાતમી ટેસ્ટ જીત છે અને જો રન ને ધ્યાનમાં લઈએ તો આ બીજી સૌથી મોટી જીત છે.

ભારતીય ટીમના આ સ્ટાર પ્લેયર્સને જાય છે જીતનો શ્રેય :

૧. કેપ્ટન વિરાટ કોહલી :

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી ઇનિંગ્સમાં ૯૭ રન બનાવ્યાં હતા અને બીજી ઇનિંગ્સમાં પણ ૧૦૩ રનની કેપ્ટન ઇનિગ્સ રમી હતી. આ સાથે તેઓ મેન ઓફ ધ મેચ બની ગયા હતા. બીજી બાજુ ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકેનો આ પાંચમી વખત છે, જયારે કોહલીને આ સમ્માન મળ્યું છે.

૨. જસપ્રીત બુમરાહ :

ઈંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે ૮૫ રનમાં પાંચ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડ ટીમના પ્લેયરને હક્કા બક્કા કરી દીધા હતા અને ટીમના વિજયમાં શ્રેષ્ટ ફાળો ભજવ્યો હતો.

૩. ઋષભ પંત :

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે કરિયરની પહેલી ટેસ્ટ મેચ હતી અને સાત કેચ કરીને એમણે રેકોર્ડ બનાવી દીધો છે. પંત ટીમ ઈન્ડિયાનો પહેલા એવા ભારતીય વિકેટકીપર છે કે જેમણે પોતાનાં પહેલાં મેચમાં જ સાત કેચ પકડ્યા છે.

૪. હાર્દિક પંડ્યાનું દમદાર પરફોર્મન્સ :

પ્રથમ બે મેચની નબળા પ્રદર્શનના કારણે હાર્દિક પંડ્યાની ખુબ આલોચના થઇ હતી પણ ત્રીજા મેચ બાદ તમામની બોલતી બંધ થઇ ગઈ છે. ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૨૮ રન આપીને ઈંગ્લેંડની ટીમના પાંચ ખેલાડીઓને પેવેલિયનમાં ભેગા કર્યા હતા, આ ઉપરાંત પંડ્યાએ બીજી ઇનિંગ્સમાં અણનમ ૫૨ રન પણ  બનાવ્યા હતા.

૫. રહાણે અને ચેતેશ્વર પુજારાએ બંને ઇનિંગ્સમાં નિભાવી મહત્વની ભાગીદારી

ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન અજીન્ક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ શાનદાર પારી રમીને કોહલીનાં રનને સાર્થક બનાવાનું કામ કર્યું હતું. ઓપનર બેટ્સમેન શિખર ધવન અને કે એલ રાહુલે ૬૦ રનની ઓપનીંગ ભાગીદારીથી ટીમને મજબૂત સ્થાન મળ્યું હતું.

૬. ભારતની પેસ બેટરી વિરોધી ટીમ પર પડી ભારે, લીધી ૧૯ વિકેટ

ઇશાંત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમની પેસ બેટરીએ અદભુત પ્રદર્શન કરીને યજમાન ટીમની બેટિંગ લાઈનઅપને વેરવિખેર કરતા ૧૯ બેટ્સમેનોને પેવેલિયનમાં ભેગા કર્યા હતા અને ટીમના વિજયમાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.