મોરબી/ ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા

હળવદના ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસને લીધે 13 મહિનાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

Gujarat Others

Morbi News: રાજ્યમાં દિવસેને દિવસે હત્યા જેવા ગંભીર ગુન્હા વધી રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા જેવા ગંભીર ક્રાઈમને અંજામ આપતા લોકો અચકાતા નથી. ત્યારે આવામાં હળવદના ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસને લીધે 13 મહિનાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક બાળકનું પીએમ કરાવવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક બાળકના પરિવારજન પાસેથી હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અને હત્યારા પિતાને ઝડપી પડ્યો છે.

ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું.

આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક બાળકની માતા અમીનાબેન અસગરભાઈ માણેક જાતે મિયાણા (24) રહે. મૂળ કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાએ ફરિયાદ લઈને તેના પતિ અજગરભાઈ અનવરભાઈ માણેક મિયાણા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હળવદના ટીકર ખાતે બાળકની હત્યા, પતિ પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની શંકા

આ પણ વાંચો:ભાજપમાં જોડાયો દીકરો, પિતા છોટુ વસાવાએ ઉંદર સાથે કરી સરખામણી

આ પણ વાંચો:શું બંગાળમાંથી જીતીને ગુજરાતમાં 35 વર્ષનો રેકોર્ડ તોડશે યુસુફ પઠાણ? TMCના ક્રિકેટરના આ પગલામાં છુપાયેલો છે એક મોટો સંદેશ

આ પણ વાંચો:પટેલની ભવ્ય પ્રતિમા બાદ હવે PM મોદી બનાવશે ગાંધીજીનો ભવ્ય સાબરમતી આશ્રમ, જાણો 1200 કરોડના પ્રોજેક્ટમાં શું થશે કામ