Gujarat Weather/ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

ગુજરાત માં ઠંડી માટે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે

Top Stories Gujarat Breaking News
ગુજરાત મા ઠંડી

Gujarat Weather: દેશમાં શિયાળાની સીઝનની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી અસર ગુજરાત સહિત પશ્ચિમ ભારત પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાના પ્રારંભથી જ ઠંડક માં નોંધપાત્ર વધારો થશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તાપમાન સ્થિર રહ્યું છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં 16.0 ડિગ્રી સેલ્સિયસ, કંડલા બંદરમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 18.0 ડિગ્રી સેલ્સિયસ, કેશોદમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 19.3 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 20.0 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 20.3 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 21.0 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 21.1 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 21.2 ડિગ્રી સેલ્સિયસ, વલ્લભ વિદ્યાનગરમાં 21.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 21.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાત માં ઠંડી માટે આગામી 24 કલાક શુષ્ક હવામાનની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ હાલ આગામી 24 કલાક શુષ્ક હવામાનની આગાહી છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10°સે નીચે નોંધાયું છે, જેમાં સીકરમાં સૌથી ઓછું 7.0°સે તાપમાન રહ્યું. મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°સે તાપમાન નોંધાયું છે. છત્તીસગઢના પેંડરામાં 9°સે સુધી પારો ગગડ્યો છે.

બંગાળની ખાડીમાં શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક રચાયેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Cyclone Ditwah) હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. IMDના જણાવ્યા મુજબ 30 નવેમ્બર સુધીમાં આ સિસ્ટમ તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે પહોંચી શકે છે. તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.શિયાળાની આ ઠંડી હવે ધીમે ધીમે પોતાનો પૂરો રંગ બતાવવા લાગી છે. ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગુજરાતમાં પણ રાત્રીના તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી