Not Set/ ચૂંટણી અગાઉ ફેસબુકે લીધું આ મહત્વનું પગલું, બનાવ્યો ‘War Room’

ફેસબુક દ્વારા ચૂંટણી સમયે આવતા ફેક સમાચરો પર નજર રાખવા માટે હેડક્વાર્ટરમાં ‘War Room’બનાવ્યો છે. આ રૂમમાં ૨૦ લોકોની ટીમ ચાલતી દરેક એક્ટીવીટીનું મોનીટરીંગ કરેશે. આ રૂમને અમેરિકા અને બ્રાઝીલના ધ્વજથી શણગારવામાં આવ્યો છે. ગયા વખતે પણ અમેરિકાની ચુંટણી વખતે ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યા હતા. કેલીફોર્નીયા સ્થિત હેડક્વાર્ટરમાં આ સ્પેશ્યલ રૂમ બનાવવામાં આવ્યો છે. […]

Top Stories Trending Tech & Auto

ફેસબુક દ્વારા ચૂંટણી સમયે આવતા ફેક સમાચરો પર નજર રાખવા માટે હેડક્વાર્ટરમાં ‘War Room’બનાવ્યો છે. આ રૂમમાં ૨૦ લોકોની ટીમ ચાલતી દરેક એક્ટીવીટીનું મોનીટરીંગ કરેશે. આ રૂમને અમેરિકા અને બ્રાઝીલના ધ્વજથી શણગારવામાં આવ્યો છે.

ગયા વખતે પણ અમેરિકાની ચુંટણી વખતે ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યા હતા. કેલીફોર્નીયા સ્થિત હેડક્વાર્ટરમાં આ સ્પેશ્યલ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ રૂમમાં અલગ બે ઘડિયાળ ગોઠવવામાં આવી છે જે અમેરિકા અને બ્રાઝીલનો સમય બતાવશે, ફોક્સ ન્યુઝ, ટ્વીટર અને ફેસબુક પરની એક્ટીવીટી પર પણ નજર રાખવામાં આવશે.

વર્ષ ૨૦૧૬ની અમેરિકાની ચૂંટણી વખતે રશિયા પર ફેક ઇન્ફોર્મેશનનો ફેસબુક દ્વારા ફેલાવવામાં આવી છે તેવો  આરોપ ફેસબુક લગાવવામાં આવ્યો હતો આથી આ વખતે ફેસબુક દ્વારા પહેલેથી જ તેવા આરોપોથી બચવા માટે’  War Room’ બનાવ્યો છે.

સિક્યોરીટી બાબતે  ફેસબુક ૨૦,૦૦૦ કર્મચારીનો તેની ટીમમાં સમાવેશ કરી રહ્યું છે જેમાં ‘War Room’ એ એક આ જ સિક્યોરીટીનો એક ભાગ છે.

આ ટીમમાં ઈન્ટેલીજન્સ, ડેટા સાયન્સ, એન્જીન્યરીંગ, રીસર્ચ, ઓપરેશન, લીગલ, પોલીસી, કોમ્યુનિકેશન અને ઇન્સ્તાગ્રામ અને વોટ્સએપના રિપ્રેઝન્ટેટિવનો સમાવેશ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ફેસબુકે અમેરિકાના ૫૫૯ ફેસબુક ફેક પેજ અને ૨૫૧ ફેક એકાઉન્ટને રીમુવ કર્યા હતા.