Dharma & Bhakti/ હિન્દુ મહિલાઓને અંતિમ સંસ્કારનો ધાર્મિક અધિકાર અપાયો છે ખરો? શું કહે છે ગરુડ પુરાણ..!

હિન્દુ મહિલાઓને અંતિમ સંસ્કારનો ધાર્મિક અધિકાર છે ખરો? સ્ત્રીઓને તો સ્મશાને જવાની પણ મનાઇ કરવામાં આવે છે! આ અંગે ગરુડ પુરાણમાં શું લખ્યું છે?

Trending Religious Rashifal Dharma & Bhakti
ગરુડ પુરાણ પ્રમાણે હિન્દુ અંતિમસંસ્કાર

Dharm & Bhakti: હિન્દુ સનાતન ધર્મ (Hindu Dharm)માં પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર એ 16 સંસ્કાર (16 Sanskar) પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. પરંપરા અનુસાર, આ જવાબદારી પરિવારના પુરુષ સભ્યોના, વિશેષ કરીને પુત્ર (Son) અથવા તો નિકટવર્તી સ્વજનના શિરે હોય છે. પરંતુ, પોતાનું પ્રિય સ્વજન જ્યારે મૃત્યુના શરણે જાય ત્યારે શું સ્ત્રી (Female)ને પણ અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર (Right) છે ખરો? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉદ્ભવતો હશે જ…તો ચાલો જાણીએ કે આ અંગે ગરુડ પુરાણ (Garud Puran)માં શું લખ્યું છે?

કોઈ પણ વ્યક્તિનું નિધન (Death) થાય ત્યારે તમે મહદ્ંશે જોયું હશે કે એના અંતિમ સંસ્કાર (Antim Sanskar)ની જવાબદારી ઘરના પુરુષ સભ્યો (Male Members) નિભાવતા હોય છે અને સ્ત્રીઓને તો સ્મશાને જવાની પણ મનાઇ કરવામાં આવે છે અથવા તો એ પોતાની મરજીથી સ્મશાને (Smashan) નથી જતી હોતી. ઘરની મહિલાઓ (Women) માત્ર જ્યારે શબયાત્રા લઇને સૌ પુરુષો નીકળે છે ત્યાં સુધી જ અંતિમ દર્શન કરીને ઘરે પરત ફરે છે. પરંતુ, શું શાસ્ત્રોક્ત રીતે મહિલાઓ (Ladies)ને અંતિમ સંસ્કાર કરવાનો નિષેધ છે ખરો? પવિત્ર ગણાતા ગરુડ પુરાણમાં કે ધર્મગ્રંથોમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે ખરો? આ સવાલો બધાના મનમાં ઉદ્ભવતા જ હશે, તો એનો ઉત્તર ગરુડ પુરાણ અનુસાર જાણીએ…

આટલા લોકોને હિન્દુ અંતિમ સંસ્કારનો અધિકાર છે

આપણે સૌ એ વાતથી તો અવગત છીએ જ કે, ગરુડજી (Garuda) ત્રિદેવ પૈકીના એક વિષ્ણુ ભગવાન (Lord Vishnu)ના વાહન છે. અંતિમ સંસ્કાર સાથે સંલગ્ન બાબતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પ્રેત ખંડ (Pret Khand)ના અધ્યાય 8 માં મળે છે અને આ અધ્યાયમાં ગરુડ ભગવાન વિષ્ણુને એવો પ્રશ્ન કરે છે કે, કોઇ વ્યક્તિને નિધન બાદ, અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર કોને હોય છે? આ વિશે ભગવાન વિષ્ણુ અત્યંત વિસ્તારપૂર્વક જવાબ આપે છે.

ભગવાન વિષ્ણુ જણાવે છે કે, “સૌપ્રથમ પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અર્થાત્ સંતાનની આગલી પેઢીઓને અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર પ્રાપ્ત થશે.જો એ ન હોય તો ભાઈ, ભાઈનો દીકરો અને એમનો વંશજ આ કર્મ કરી શકે છે.” આ ઉપરાંત ગરુડ પુરાણ અનુસાર, સમાન કુળમાં જન્મેલા સગા-સંબંધીઓ (Relatives)ને પણ અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

શું મહિલાઓને અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર છે ખરો?

ગરુડ પુરાણમાં ગરુડજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન વિષ્ણુ એવું કહે છે કે, જો કુટુંબમાં કોઇ પુરુષ સભ્ય ન હોય તો મહિલાઓ જેમ કે, પત્ની, પુત્રી અથવા બહેન અંતિમ સંસ્કાર કરી શકે છે. અર્થાત્ જ્યારે પુરુષ સંબંધી ન હોય ત્યારે મહિલાઓને પૂર્ણ રીતે આ જવાબદારી નિભાવવાની અનુમતિ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો પરિવારમાં કોઇ પણ સંબંધી હયાત કે હાજર ન હોય તો સમાજનો પ્રમુખ વ્યક્તિ એ મૃતકના અંતિમ સંસ્કાર કરી શકે છે.

આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, શાસ્ત્રોમાં ક્યાંય પણ મહિલાઓને અંતિમ સંસ્કારથી વંચિત રાખવામાં આવેલી નથી! એક રુઢ થયેલી જે માન્યતા છે કે, મહિલાઓ સ્મશાને જઇ શકતી નથી કે અંતિમ સંસ્કાર કરી શકતી નથી એ કોઇ ધાર્મિક નિયમ નથી પરંતુ, એક સામાજીક પરંપરા છે જે સમય સાથે લોકો અને સમાજ દ્વારા સ્વયં રુઢિગત માન્યતા (Belief)ના રુપમાં પરિવર્તિત થઇ ગઇ છે.

હિન્દુ અંતિમ સંસ્કારની વિધિ

ગરુડ પુરાણ અનુસાર, કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર એક વિશેષ પવિત્ર કર્મ ગણાય છે. વ્યક્તિ નિધન પામે પછી એના મૃતદેહ (Dead Body)ને સ્નાન કરાવવામાં આવે છે, નવા કપડા પહેરાવવામાં આવે છે અને એને અંતિમ યાત્રા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ, જ્યારે શબને ઘરથી સ્મશાન તરફ લઇ જવામાં આવે છે ત્યારે રસ્તામાં 5 મહત્વપૂર્ણ સ્થાને અમુક વિશેષ સંસ્કાર કરવામાં આવે છે.

1. મૃત્યુ સ્થળ પર (પૃથ્વીમાતાને પ્રસન્ન કરવા માટે)

2. ઘરના મુખ્ય દ્વાર પર ( વાસ્તુ દેવતાને સંતુષ્ટ કરવા માટે)

3. ચાર રસ્તે (પ્રેતાત્માઓની સંતુષ્ટિ અર્થે)

4. સ્મશાન ઘાટ પર ( દસ દિશાઓના દેવતાઓની પ્રસન્નતા અર્થે)

5. ચિતા પર ( જ્યાં શબ પંચતત્વમાં વિલીન થઇ જાય છે)

અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે શરીર પૂર્ણ રીતે અગ્નિમાં સમાઇ જાય છે અને રાખ બની જાય છે ત્યારે એને ‘પ્રેત’ કહેવામાં આવે છે.

મહિલાઓને પણ અધિકાર છે

ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો પરિવારમાં કોઈ પુરુષ સભ્ય (Gents) ન હોય તો મહિલાઓ પણ અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી શકે છે. અર્થાત્ શાસ્ત્ર અનુસાર એ સ્વયંવિદિત છે કે, મહિલાઓ અંતિમ સંસ્કારની જવાબદારી લે એનો શાસ્ત્રોક્ત નિષેધ નથી. આજના સમયમાં પરિવારો નાના થઇ ગયા છે અને ઘણી વાર પુત્રીઓ (Daughter) પણ પોતાના માતા-પિતાની સંભાળ લેતી જ હોય છે ત્યારે આ જૂની-પુરાણી પરંપરાઓને ચુસ્ત રીતે વળગી રહેવું યોગ્ય નથી. વાસ્તવમાં એ જરુરી છે કે, આપણે ધર્મગ્રંથોની વાતોને સાચી રીતે સમજીએ!

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કર્મફળદાતા શનિ બનાવશે રાજયોગ, આ 3 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઇમ..!