Not Set/ BJP એ લોકસભા માટે દાદરા-નગર હવેલી અને દીવ-દમણના ઉમેદવાર કર્યા જાહેર

અમદાવાદ: ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસમાં BJP અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે લોકસભાની ચૂંટણી માટે દાદરા-નગર હવેલી અને દીવ-દમણ લોકસભા બેઠક માટેના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સંઘપ્રદેશ સેલવાસમાં એક જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સભાને સંબોધિત પણ કરી હતી. BJP અધ્યક્ષ અમિત શાહે સેલવાસ […]

Top Stories India Trending Politics
BJP announces names of candidates of Dadra-Nagar Haveli and Diu-Daman for the Lok Sabha

અમદાવાદ: ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસમાં BJP અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે લોકસભાની ચૂંટણી માટે દાદરા-નગર હવેલી અને દીવ-દમણ લોકસભા બેઠક માટેના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સંઘપ્રદેશ સેલવાસમાં એક જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સભાને સંબોધિત પણ કરી હતી. BJP અધ્યક્ષ અમિત શાહે સેલવાસ (સિલવાસા)ની જાહેરસભા દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રચારનો શુભારંભ કર્યો હતો. ચૂંટણી પ્રચારના પ્રારંભ કરવાની સાથોસાથ દાદરા, નગર હવેલીની લોકસભા બેઠક તેમજ દીવ-દમણ લોકસભા બેઠક માટેના ઉમેદવારના નામની પણ તેમણે જાહેરાત કરી દીધી હતી.

BJP ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા સમયથી સંઘપ્રદેશમાં ભાજપનો એકેએક કાર્યકર દરેક લોકોના ઘર સુધી પહોંચ્યો છે. રાંધણ ગેસના બાટલાની સબસીડી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કાર્યક્રમ હોય કે પછી બુદ્વિજીવી સંમેલન હોય, ભાજપના કાર્યકરે પોતાનો લોક સંપર્ક જાળવી રાખ્યો છે. આ લોકસંપર્કને વધુ મજબૂત કરવા માટે લોકસભાની ચૂંટણીનો વધુ એક અવસર આવી રહ્યો છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, સંઘપ્રદેશની હવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અસર કરે છે. આ સંઘપ્રદેશ બાજુના રાજ્યોમાં હવા બાંધવાનું કામ કરે છે. હવે જ્યાં સુધી સંઘપ્રદેશની પટેલ બેલડીનું વિજય ઝુલુસ નહીં નીકળે ત્યાં સુધી આપણે શાંતિથી બેસીશું નહીં. આ પછી અમિત શાહે સભામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને અન્ય લોકો પાસે ભાજપના વિજયનો સંકલ્પ લેવરાવ્યો હતો.

સેલવાસમાં જાહેરસભામાં કરેલા અમિત શાહના ભાષણ પરથી એવું ફલિત થઈ રહ્યું છે કે, દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ નટુભાઈ પટેલ અને દીવ-દમણની લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ લલ્લુભાઈ પટેલને રિપીટ કરીને તેમની ટિકિટ ફાઈનલ કરી દેવામાં આવી છે. અમિત શાહે આ બંને પટેલ બેલડીને આગામી લોકસભાની ચૂંટણીમાં જીતાડવાનો સંકલ્પ કરાવ્યો હતો જેના પરથી સ્પષ્ટ થયું છે કે, નટુ પટેલ અને લલ્લુ પટેલને 2019ની લોકસભા માટે રિપીટ કરી દેવાયા છે.