Not Set/ બોટાદ: રમત રમતા વિદ્યાર્થીના હાથમાં ઘુસી ગયો સળીયો

બોટાદમાં મન હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. બોટાદના બરવાળામાં વિદ્યાર્થીના હાથમાં સળીયો ઘૂસી ગયો હતો. જે પછી સળિયો કાપીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બરવાળામાં ઝબૂબા હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલા સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ 108ને કરવાથી […]

Top Stories Gujarat Others

બોટાદમાં મન હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. બોટાદના બરવાળામાં વિદ્યાર્થીના હાથમાં સળીયો ઘૂસી ગયો હતો. જે પછી સળિયો કાપીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બરવાળામાં ઝબૂબા હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલા સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ 108ને કરવાથી તરત જ તેને લોખંડના સળિયા સાથે જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

લોખંડનો સળિયો વિદ્યાર્થીન હાથમાં ઘુસી જતાં આસપાસ રમતા બાળકો પણ હેબતાઇ ગયા હતાં. સળિયો એટલો જોરથી ફસાયો હતો કે તેને સળિયા સાથે જ 108ની એમ્બ્યુલન્સમાં બેસાડી દેવામાં આવ્યો હતો. બાળકે હિંમત બતાવીને હોસ્પિટલમાં સળિયો કઢાવ્યો હતો.