Palanpur News: કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનિજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતાં મોટી સંખ્યામાં 125 ડમ્પરો પકડી પાડ્યા હતા અને મહેસાણા. પાટણ.ગાંધીનગર ની ટીમો બનાવી ને તમામ ગાડીઓ રોકવામાં આવી હતી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
જોકે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગ ને બગાસુ ખાતાં પતાસું મળ્યું હોય એવાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામનાં લોકોએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે ગત જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી.કલેક્ટર પાલનપુર.મામલતદાર કાંકરેજ ને લેખિત રજુઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલા ડમ્પરો નીકળી ભગવાન ના મંદિર પાસે થી પસાર થાય છે ત્યારે દીવાલ તોડી નાખી ને નુકશાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ?
જોકે ગૌચર જમીન માંથી નદી માં જવાનો રસ્તો છે એ કાયદેસર બંધાયેલ છે કે બિન કાયદેસર એ પણ એક સવાલ છે જોકે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઇ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારી ની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડા ની બનાસ નદીમાં થી લગભગ 3.25 કરોડ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ને પાલનપુર ખાણ ખનિજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતાં રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે,જેમાં ખાણ ખનિજ વિભાગના કમિશનર સુધીના અઘિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી ને તમામ ગાડીઓ ને સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ ધરાઇ છે ત્યારે લોકોનાં ટોળાં એકઠા થયા હતા અને જાણે મેળો ભરાયો હોય એવું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે માઇનિંગ બદલ નંદન બિઝનેસ હબને ફટકાર્યો 18 લાખનો દંડ
આ પણ વાંચો: શું છે રૅટ હોલ માઇનિંગ?, ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા
આ પણ વાંચો: ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડીંગ, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડીંગને માનવામાં આવશે ગુનો
