Not Set/ ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડીંગ, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડીંગને માનવામાં આવશે ગુનો

ભારતમાં ક્રિપ્ટોકરનસીમાં રોકાણકરનારાઓ માટે એક માઠા સમાચાર છે. દેશમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવાશે. તે ઉપરાંત તેનું ટ્રેડીંગ, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડિંગને પણ કાયદાકીય રીતે ગુના તરીકે ગણવામાં આવી શકે છે. સરકાર આવા કાયદા પર કામ કરી રહી છે. હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીના ટ્રાંન્સફર, હોલ્ડિંગ, માઇનિંગ, અને ટ્રેડિંગ પર કડક સજા થઇ શકે છે. […]

Top Stories India

ભારતમાં ક્રિપ્ટોકરનસીમાં રોકાણકરનારાઓ માટે એક માઠા સમાચાર છે. દેશમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવાશે. તે ઉપરાંત તેનું ટ્રેડીંગ, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડિંગને પણ કાયદાકીય રીતે ગુના તરીકે ગણવામાં આવી શકે છે. સરકાર આવા કાયદા પર કામ કરી રહી છે. હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીના ટ્રાંન્સફર, હોલ્ડિંગ, માઇનિંગ, અને ટ્રેડિંગ પર કડક સજા થઇ શકે છે. જાન્યુઆરીથી આ કામ સરકારના એજન્ડામાં છે. જેમાં બિટકોઇન જેવી આભાસી અને ખાનગી મુદ્રા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરવામાં આવી રહયો છે. જ્યારે સરકાર પોતાની ડિજીટલ કરન્સી લાવશે. આ કાયદામાં ક્રિપ્ટોકરન્સી ધારકોને તેને લિક્વીડેટ કરવા માટે છ મહિના સુધીનો સમય લાગશે.અને તે પછી પેન્લ્ટી લગાવવામાં આવશે.

એવી આશા રાખવામાં આવી રહી છે કે આ કાયદો બનાવવામાં વધારે મુશ્કેલી નહી થાય.કારણ કે સરકારની પાસે સંસદમાં પુર્ણ બહૂમત છે.જો આ પ્રતિબંધ કાયદો બની જશે તો ભારત ક્રિપ્ટોકરનસીને ગેરકાયદેસર ગણાવનાની પહેલી મોટી અર્થવ્યવસ્થા હશે.
ચીનમાં પણ તેના માઇનિંગ અને ટ્રેડિંગ પર પ્રતિબંધ છે. ભારતમાં પણ હવે ક્રિપ્ટોકરન્સી રાખવું ગુનો ગણાશે.જેમાં દંડ અને જેલ બંને પ્રકારની જોગવાઇઓ હશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વબેંકે પાછલા દિવસોમાં ક્રિપ્ટોકરન્સીને લઇને ચિંતા બતાવી હતી. અને સરકારને તેનાથી અવગત કરાઇ હતી.આરબીઆઇએ કહયુ હતુ કે ક્રિપ્ટોકરન્સીથી દેશમાં ઇકોનોમીની સ્થિરતા પ્રભાવિત થઇ શકે છે.આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે અમને ક્રિપ્ટોકરન્સીને લઇને કેટલીક મોટી આંશકાઓ છે. અને અમે તેનાથી સરકારને અવગત કરી છે.સરકાર તેના પર કોઇ નિર્ણય પણ લઇ શકે છે.

દાસે બ્લોકચેન ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયુ હતુ કે બ્લોકચેન ટેકનોલોજીના ફાયદાનો ઉપયોગ કરવાની જરૂર છે. એ અલગ વાત છે. પણ ક્રપ્ટોના સંદર્ભમાં વિતિય સ્થિરતાના દ્રષ્ટકોણથી મોટી ચિંતા છે અને તેના માટે અમે સરકારને જાણકારી આપી છે. આ પહેલાં આરબીઆઇ મનીલોડ્રિંગ અને ટેરર ફંડિગ માટે ડિજીટલ કરન્સીના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યુ છે. દાસે જાતે આરબીઆઇ પાસે ડિજીટલ કરન્સી લોંચ કરનાવી વાત કરી હતી.