Arrested/ દિલ્હી એરપોર્ટ પરથી 1.49 કરોડનું વિદેશી ચલણ જપ્ત, 3ની ધરપકડ

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોએ દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે અલગ-અલગ ઘટનાઓમાં રૂ. 1.49 કરોડનું વિદેશી ચલણ જપ્ત કરવાના સંબંધમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે

Top Stories India

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોએ દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે અલગ-અલગ ઘટનાઓમાં રૂ. 1.49 કરોડનું વિદેશી ચલણ જપ્ત કરવાના સંબંધમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. CISFના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.

અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ ઘટનામાં, શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે, એર ઈન્ડિયાના વિમાનમાં દુબઈ જઈ રહેલા બે મુસાફરોને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા જ્યારે તેમના સામાનમાંથી 25 લાખ રૂપિયાની વિદેશી ચલણ મળી આવી હતી. જપ્ત કરાયેલું વિદેશી ચલણ ગિફ્ટ પેકેટમાં રાખવામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, વિદેશી ચલણ 90 હજાર સાઉદી રિયાલ, 8,730 દિરહામ અને ચાર લાખ બાંગ્લાદેશી ટાકાનું હતું. વસૂલ કરાયેલી રકમ કસ્ટમ વિભાગને સોંપવામાં આવી છે.

જયારે બીજી ઘટનામાં, બેંગકોક જતા ભારતીય નાગરિક પાસેથી 1.2 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. રિકવર કરાયેલી રકમ US$1,54,500 અને પાંચ હજાર થાઈલેન્ડ કરન્સી હતી, જેની કુલ કિંમત 12.24 લાખ રૂપિયા છે. પેસેન્જરને વિમાનમાંથી ઉતારીને કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો હતો. બંને કેસમાં મુસાફરો કસ્ટમ વિભાગને પૈસા રાખવાનું ચોક્કસ કારણ જણાવી શક્યા નથી.